Junagadh News:માંગરોળ ડીવીઝનના DYSPના માંગરોલ, ઝંખવાવ, માંડવી તથા ઉમરપાડા વિસ્તારના રાજકીય તથા સામાજીક આગેવાનો તરફથી સ્થાનિક ગરીબ યુવાનો માટે વ્યસન મુકિત તથા ભણતર પ્રત્યે જાગૃતિ લાવવા મદદરૂપ થવા રજુઆત કરવામાં આવેલ.
જેથી DYSPને વિચાર આવેલ કે, પોલીસ વિભાગ નોકરીના ભાગરૂપે સ્થાનિક લોકો અને નાગરિકોની સેવા તો કરે છે. પરંતુ તે ઉપરાંત ભણેલા ગણેલા યુવાનો માટે શું કરી શકાય? તે વિચાર સ્ફુરણાના ભાગરૂપે DYSP ધ્વારા માંગરોલના આજુબાજુના તાલુકા વિસ્તારના ભણેલા ગણેલા યુવાનોને રોજગારી તથા નોકરી મેળવવામાં મદદરૂપ થવાના પવિત્ર આશયથી માંગરોલ ના વાંકલ ખાતે એક સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવેલ.
જેમાં વિવિધ દાતાઓ અને પોલીસની સ્વૈચ્છિક આર્થિક મદદથી "સ્પર્ધાત્મક પરીક્ષા” ની તૈયારી માટે નિઃશુલ્ક કોચીંગ કલાસની આશરે દોઢ વર્ષથી શરૂઆત કરવામાં આવેલ.
આ સેવાયજ્ઞ સતત ચાલુ રાખવામાં આવેલ. યુવાનોને વાંચન માટે તમામ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવેલ. માર્ગદર્શન માટે વિવિધ વિષયોના નિષ્ણાંતો (ફેકલ્ટી) ઉપલબ્ધ કરાવી તૈયારી કરાવવામાં આવેલ. ઉપરાંત શારીરિક કસોટી (ફીઝીકલ ટ્રેનીંગ) માટે ગ્રાઉન્ડના નિષ્ણાંત કોચ ઉપલબ્ધ કરાવવામાં આવેલ. અથાગ પ્રયત્ન અને પ્રોત્સાહનને કારણે આ નિઃશુલ્ક કોચીંગ કલાસમાં આદિવાસી વિસ્તારના આશરે 120 જેટલા ગરીબ વિદ્યાર્થીઓને નિયમિત તૈયારી કરાવવામાં આવેલ.
જેના ફળ સ્વરૂપે તાજેતરમાં રાજય સરકારે લીધેલ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓ (3 બહેનો સહિત), 1 શિક્ષક, 1આર્મ ફોર્સ (સેન્ટ્રલ પોલીસ) માં ઉમેદવારો ઉર્તીણ થયેલ છે. પોલીસ ધ્વારા મળેલ પ્રેરણાને કારણે આદિવાસી વિસ્તારમાં યુવાનોને એક દિશા મળેલ છે. જેને કારણે બાહોળો યુવા વર્ગ આગામી વિવિધ ભરતી માટે તૈયારીમાં જોડાય ગયેલ છે.
સ્થાનિક ધારાસભ્ય ધ્વારા પણ તમામ પ્રકારની મદદની ખાત્રી આપી આ સેવા યજ્ઞને આગળ ચાલુ રાખવા પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ છે. આ કોચીંગ કલાસનું મેનેજમેન્ટ વાંકલના ઉત્સાહી યુવાન અફઝલ પટેલ ધ્વારા સતત કરવામાં આવેલ. પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ છે. આ કોચીંગ કલાસનું મેનેજમેન્ટ વાંકલના ઉત્સાહી યુવાન અફઝલ પટેલ ધ્વારા સતત કરવામાં આવેલ.
વાંકલના તાલુકા પંચાયતના સભ્ય અને વ્યવસાયે ડોકટર એવા યુવરાજસિંહ સોનારીયા ધ્વારા પણ પોતાનું મકાન લાયબ્રેરીના ઉપયોગ માટે યુવાનોને ઉપલબ્ધ કરાવી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ છે.
ઉમરપાડા, માંગરોલ અને માંડવી તાલુકા વિસ્તારના યુવાનોને સરકારની વિવિધ વિભાગોની આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચીંગ પુરૂ પાડવાની નિઃશુલ્ક સેવા આગામી સમયમાં પણ પુરી પાડી યુવાનોને પ્રોત્સાહીત કરી તૈયારી કરાવવામાં આવશે.