Saif Ali Khan Stabbing Case: સૈફ અલી ખાન એટેક કેસમાં દરરોજ કોઈને કોઈ ખુલાસા થતા રહે છે. આરોપી શરીફુલ ઈસ્લામ શહજાદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જો કે આરોપીના ચહેરાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. જેને લઈને ફેસ રેકગ્નિશન કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ સામે આવ્યો છે.
આરોપી શરીફુલ અને સીસીટીવીમાં કેદ થયેલો ચહેરો એક
ફેસ રેકગ્નિશન રિપોર્ટ પ્રમાણે આરોપી શરીફુલનો ચહેરો અને સીસીટીવીમાં કેદ થયેલો બંને એક જ છે. ફેસિયલ રેકગ્નિશન પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપીના વકીલોએ સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે સીસીટીવીમાં દેખાઈ રહેલો આરોપી શહજાદ નથી.
આરોપી શરીફુલ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં
મુંબઈની કોર્ટે 29 જાન્યુઆરીના રોજ આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે આરોપીના વકીલે કહ્યું હતું કે તપાસ પુરી થઈ ગઈ છે. આ માટે હવે પોલીસ કસ્ટડીની જરુર નથી.
સૈફ અલી ખાન પર હુમલો
સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીના દિવસે હુમલો થયો હતો. તેમના પર 6 વાર ચાકુથી હુમલો થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડોક્ટરે તેમને એક મહિનો આરામ કરવાની સલાહ આપી હતી.
