Race 4 Cast: રેસ 4 માં સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી નજરે પડશે આ બે એક્ટ્રેસ

રેસ 4 માં શરવરી વાઘ અને માનુષી છિલ્લરને કાસ્ટ કરી હોવાની વાત સામે આવી છે. બંને સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી નજરે પડશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 04 Feb 2025 05:05 PM (IST)Updated: Tue, 04 Feb 2025 05:05 PM (IST)
race-4-sharvari-wagh-manushi-chillar-with-saif-ali-khan-and-sidharth-malhotra

Race 4 Cast: હાલ સૈફ અલી ખાનની ફ્રેન્ચાઈઝીની ફિલ્મ રેસ 4 પર કામ ચાલી રહ્યું છે. આ પહેલા રેસ 3 માં સલમાન ખાન હતા. આ વખતે ફરી સૈફ અલી ખાનની વાપસી સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. ત્યારે હવે ફિલ્મમાં કોણ અભિનેત્રીઓ હશે તેને લઈને પણ અપડેટ સામે આવ્યું છે.

રેસ 4 માં કોની એન્ટ્રી

સૈફ અલી ખાન રેસની ફ્રેન્ચાઈઝીમાં પહેલા પણ કામ ચુક્યા છે. સિનેજોશના અહેવાલ અનુસાર ફિલ્મમાં બે એક્ટ્રેસ હોવાની વાત સામે આવી છે. જેમાં શરવરી વાઘ અને માનુષી છિલ્લરને કાસ્ટ કરી હોવાની વાત સામે આવી છે. બંને સૈફ અને સિદ્ધાર્થ સાથે રોમાન્સ કરતી નજરે પડશે. જો કે ફિલ્મ મેકર્સ દ્વારા તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

આ બે અભિનેત્રીઓ સાથે જોવા મળશે

બંને અભિનેત્રીના ફિલ્મી ગ્રાફ પર નજર કરીએ તો શરવરી વાઘે ફિલ્મ મુંજ્યામાં જોરદાર અભિનય કર્યો હતો અને તેનું નામ આ સિવાય અન્ય પ્રોજેક્ટમાં પણ જોડાયું છે, જ્યારે બીજી તરફ માનુષી છિલ્લરે કોઈ હિટ ફિલ્મ આપી નથી. પહેલી વાર બંને અભિનેત્રીઓ સાથે કામ કરતી જોવા મળશે.