Upcoming Bollywood movie: ફિલ્મમેકર રમેશ તૌરાનીએ સુપરહિટ ફિલ્મોની સિક્વલની જાહેરાત કરી, જાણો કઇ ફિલ્મની બનશે સિક્વલ

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 23 Jun 2024 04:01 PM (IST)Updated: Sun, 23 Jun 2024 04:01 PM (IST)
filmmaker-ramesh-taurani-announces-sequels-of-superhit-films-including-race-4-and-soldier-2-act

Filmmaker Ramesh Taurani: વર્ષ 2024માં ઘણી સુપરહિટ ફિલ્મની સિક્વલની જાહેરાત કરવામાં આવી હતી. મેકર્સે બોર્ડર 2, નો એન્ટ્રી 2, સરફરોશ 2 સહિત ઘણી મોટી ફિલ્મની સિક્વલને મંજૂરી આપી દીધી છે. જાણીતા ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ પણ કેટલીક ફિલ્મોના આગામી પાર્ટ અંગે અપડેટ આપ્યા છે.

રેસ પણ તેની હિટ ફિલ્મોમાંની એક છે. રેસ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી જેમાં સૈફ અલી ખાન, અનિલ કપૂર, અક્ષય ખન્ના, બિપાશા બાસુ, કેટરિના કૈફ અને સમીરા રેડ્ડી મુખ્ય ભૂમિકામાં હતા. તેની સિક્વલ 2013માં આવી હતી જેમાં સૈફ, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ લીડ રોલમાં હતા.

PTIને આપેલા ઈન્ટરવ્યુમાં રમેશ તૌરાનીએ કહ્યું કે, રેસના ત્રીજા પાર્ટમાં સલમાન ખાન, અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલીન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ફિલ્મનો ચોથો પાર્ટ પણ આવી રહ્યો છે. રેસના આગામી હપ્તાની સ્ક્રિપ્ટ તૈયાર છે. અમે ટૂંક સમયમાં જ ફિલ્મના કાસ્ટિંગની જાહેરાત કરીશું. કલાકારો નવા હશે. સલમાન ખાન તેનો હિસ્સો બનશે કે નહીં તે અંગે હું ટિપ્પણી કરી શકતો નથી. તે વર્ષના અંત સુધીમાં ફ્લોર પર જશે. તેને કોણ ડિરેક્ટ કરશે તે હજુ નક્કી થયું નથી. રેસના ત્રણેય ભાગ અબ્બાસ-મસ્તાને ડિરેક્ટ કર્યા હતા.

માત્ર રેસ 4 જ નહીં, પરંતુ રમેશ તૌરાની તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બોબી દેઓલની ફિલ્મ સોલ્જર અને ભૂત પોલીસની સિક્વલ પણ લાવી રહ્યા છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટા 1998માં રિલીઝ થયેલી સોલ્જરમાં લીડ રોલમાં હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. 2021 માં આવેલી ભૂત પોલીસમાં સૈફ, અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડિઝ હતા. રમેશ તૌરાનીએ એ પણ જણાવ્યું કે તે વરુણ ધવન સાથે પણ એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે.