Mission Raniganj: અક્ષયકુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ'નું ટીઝર રિલીઝ, 6 ઑક્ટોબરે થિયેટરમાં આવશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 07 Sep 2023 10:49 PM (IST)Updated: Thu, 07 Sep 2023 10:49 PM (IST)
upcoming-bollywood-movie-mission-raniganj-teaser-out

Mission Raniganj: અક્ષયકુમારની બૉલિવૂડના એવો સ્ટાર છે, જેની એક વર્ષમાં અનેક ફિલ્મો રિલીઝ થાય છે. તાજેતરમાં જ અક્ષયકુમાર OMG-2 રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતુ. જે બાદ "મિશન રાનીગંજ: ધી ગ્રેટ ભારત રેસ્ક્યૂ"ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપરાની જોડી વધુ એક વખત મોટા પડદા પર જોવા મળશે.

આજે ફિલ્મ મેકર્સે "મિશન રાનીગંજ: ધી ગ્રેટ ભારત રેસ્ક્યૂ" નું ટીઝર રિલીઝ કરી દીધુ છે. હવે આ ફિલ્મ 6 ઓક્ટોબરે થિયેટરોમાં આવશે. અગાઉ આ ફિલ્મનું નામ "કેપ્સૂલ ગિલ' રાખવામાં આવ્યું હતુ.

બૉલિવૂડના 'ખિલાડી' અક્ષયૃકુમારે પોતાના સત્તાવાર ટ્વીટર (X) એકાઉન્ટ પર ફિલ્મની ટીઝર શેર કર્યું છે. આ સાથે જ લખ્યું છે કે, 1989માં એક વ્યક્તિએ અદમ્ય સાહસ અને દ્રઢ વિશ્વાસ દેખાડ્યો, જેના કારણે અનેક લોકોના જીવ બચી ગયા.

જણાવી દઈએ કે, "મિશન રાનીગંજ: ધી ગ્રેટ ભારત રેસ્ક્યૂ" પૂર્વ એડિશનલ ચીફ માઈનિંગ એન્જિનિયર જસવંતસિંહ ગિલના જીવન પર આધારિત છે. જેમણે 1889માં પશ્ચિમ બંગાળના રાનીગંજમાં એક પૂરગ્રસ્ત કોલસાની ખાણમાં ફસાયેલા 65 મજૂરોના જીવ બચાવ્યા હતા. આ ફિલ્મને ટીનુ સુરેશ દેસાઈએ ડિરેક્ટ કરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.