Saif Ali Khan News: અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ રાત્રિના તેમના ઘરમાં હુમલો થયો હતો. ત્યારબાદ તેમને લોહીલુહાણ હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને ઘરે પરત ફર્યા છે. જો કે આ કેસને લઈને દરરોજ નવા ખુલાસા સામે આવ્યા છે.
સૈફ અલી ખાનને હોસ્પિટલ કોણ લઈ ગયું ?
પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા તે સૈફ અલી ખાનને તેમનો પુત્ર ઈબ્રાહિમ લીલાવતી હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારબાદ એવું સામે આવ્યું કે સૈફ અલી ખાન પોતે ખુદ ચાલીને તેમના પુત્ર તૈમુર સાથે રીક્ષામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કેસ સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અથવા ઇબ્રાહિમ નહીં પરંતુ કોઈ અન્ય હતો જે સૈફને હોસ્પિટલમાં લઈ ગયો હતો.
કોણ છે અધિકારી ઝૈદી
બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરાયેલ મેડિકલ-કાનૂની રિપોર્ટ અનુસાર જે વ્યક્તિ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં લાવ્યો હતો તે અભિનેતાનો મિત્ર ઓફિસર ઝૈદી છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવારની તમામ વિગતો તેણે ભરી હતી. ઝૈદી બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવે છે, તેણે બોલિવૂડના ઘણા સેલેબ્સની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તે હૃતિક રોશનની ફિટનેસ બ્રાન્ડ HRX ના સહ-સ્થાપક અને CEO છે. ઉપરાંત એક મેનેજમેન્ટ ફર્મ પણ ચલાવે છે, જેની સાથે ઘણી હસ્તીઓ જોડાયેલી છે.
સૈફને હોસ્પિટલ પહોંચતા દોઢ કલાક કેમ લાગ્યો ?
લીલાવતી હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાનને 16 જાન્યુઆરીએ સવારે 4.11 વાગ્યે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યારે હુમલો 2.30 વાગ્યે થયો હતો. બાંદ્રામાં સૈફના ઘરથી લીલાવતી માત્ર 10થી 15 મિનિટના અંતરે છે. આવી સ્થિતિમાં અભિનેતાને હોસ્પિટલ પહોંચતા દોઢ કલાકથી વધુ સમય કેમ લાગ્યો ? આ પ્રશ્ન લોકોના મનમાં ઘૂમી રહ્યો છે. જો કે તેનો જવાબ હજી સુધી મળ્યો નથી.
