Saif Ali Khan: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પ્રથમ વખત કરીના સાથે સૈફ અલી ખાન જોવા મળ્યો

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની વહેલી સવારે હુમલો થયો હતો. એક ચોર તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને સૈફ પર હુમલો કર્યો હતો. હવે સૈફ ઠીક છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 26 Jan 2025 03:02 PM (IST)Updated: Sun, 26 Jan 2025 03:02 PM (IST)
saif-ali-khan-seen-with-kareena-kapoor-for-first-time-after-being-discharged-from-the-hospital
HIGHLIGHTS
  • સૈફ અને કરીના પહેલીવાર સાથે જોવા મળ્યા
  • સૈફની કરોડરજ્જુમાં છરીનો ટુકડો ઘૂસી ગયો હતો

Saif Ali Khan News: સૈફ અલી ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ સૈફ અલી ખાન પત્ની કરીના કપૂર સાથે જોવા મળ્યો હતો. સૈફ અને કરીના ઘરની બહાર જતાં જોવા મળ્યા હતા. બંને ક્યાં જતા હતા તેની માહિતી બહાર આવી નથી. આ દરમિયાન સૈફ અલી ખાન ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. તેને ચશ્મા પણ પહેર્યા હતા.

કરીનાનો લુક વાયરલ થયો

કરીના કપૂર લૂઝ ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળી હતી. તે કાળા ચશ્મા અને કાળી કેપથી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. કરીનાએ વ્હાઈટ કલરના શૂટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. કરીના અને સૈફની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હુમલા બાદ સૈફ અને કરીના પહેલીવાર સાથે જોવા મળ્યા હતા.

શું છે સમગ્ર ઘટના?

16 જાન્યુઆરીની વહેલી સવારે સૈફ અલી ખાનના ઘરમાં એક ચોર ઘુસ્યો હતો. ચોરે સૈફ અલી ખાન પર હુમલો કર્યો. તેના પર 6 હુમલા થયા હતા. સૈફના હાઉસ હેલ્પર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સૈફ અલી ખાન ઓટોમાં લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમનો પુત્ર તૈમૂર અલી ખાન પણ તેની સાથે હતો.

સૈફ અલી ખાને હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. સૈફની કરોડરજ્જુમાં છરીનો ટુકડો ઘૂસી ગયો હતો, જેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. હવે સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે આવી ગયો છે. ડિસ્ચાર્જ બાદ સૈફ અલી ખાને પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો. તે સફેદ રંગના શર્ટમાં જોવા મળ્યો હતો. સૈફ ચાલીને ઘરે પહોંચ્યો હતો. તેના હાથ અને ગરદન પર પણ ઈજા થઈ હતી. હવે સૈફ ઠીક છે અને જલ્દી સાજો થઈ રહ્યો છે.