Ramayana (રામાયણ)

Created By: Dimpal Ghoyal
રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ઇસ પૂર્વે 5041 ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની યાત્રા. વાલ્મિકી રામાયણમાં 24,000 શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે: બાલકાણ્ડ, અયોધ્યાકાંણ્ડ, અરણ્યકાણ્ડ, કિષ્કિંધાકાણ્ડ, સુંદરકાણ્ડ, યુદ્ધકાણ્ડ - લઙ્કાકાણ્ડ અને ઉત્તરકાણ્ડ.

















