Ranbir Kapoor ની ફિલ્મ Ramayana ની Las Vegasમાં ખાસ સ્ક્રીનિંગ, ઓસ્કર માટે ચર્ચા શરૂ

Ranbir Kapoor Film Ramayana Movie Update: નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ભવ્ય ફિલ્મ 'રામાયણ' એ તેની રિલીઝ પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી દીધી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 22 Apr 2026 03:30 PM (IST)Updated: Wed, 22 Apr 2026 03:30 PM (IST)
bollywood-ranbir-kapoor-movie-ramayana-movie-update-las-vegas-screening-oscar-prediction

Ranbir Kapoor Film Ramayana Movie Update: નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ભવ્ય ફિલ્મ 'રામાયણ' એ તેની રિલીઝ પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી દીધી છે. અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત પ્રતિષ્ઠિત 'સિનેમાકોન' (CinemaCon) ઇવેન્ટમાં આ ફિલ્મની 20 મિનિટની ખાસ ફૂટેજ બતાવવામાં આવી હતી. આ ઝલક જોઈને ત્યાં હાજર વિદેશી નિષ્ણાતો અને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ફિલ્મની ભવ્યતાના વખાણ કરતા થાકતા નહોતા.

વિઝ્યુઅલ મેજિક અને ઓસ્કરની આશા

ફિલ્મની ફૂટેજ જોનારા નિષ્ણાતોના મતે, આ ફિલ્મમાં જે પ્રકારના વિઝ્યુઅલ્સ અને VFX નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હોલીવુડની ફિલ્મોને ટક્કર આપે તેવો છે. પ્રખ્યાત યુટ્યુબ ક્રિએટર 'મિસ્ટર લાઈક ઈટ ઓર નોટ' એ દાવો કર્યો છે કે આ ફિલ્મ 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં ઓસ્કર (Oscar) નોમિનેશન મેળવવાની પ્રબળ દાવેદાર છે. નમિત મલ્હોત્રાની ટીમે તૈયાર કરેલા ગ્રાફિક્સ એટલા શાનદાર છે કે તે માત્ર ભારતીય જ નહીં પરંતુ વૈશ્વિક પ્રેક્ષકોને પણ મંત્રમુગ્ધ કરી દેશે.

વોર્નર બ્રધર્સ સાથે વૈશ્વિક ભાગીદારી?

ચર્ચા છે કે હોલીવુડના દિગ્ગજ સ્ટુડિયો વોર્નર બ્રધર્સ (Warner Bros) આ ફિલ્મના આંતરરાષ્ટ્રીય વિતરણ (International Distribution) માટે જોડાઈ શકે છે. જો આ ડીલ ફાઈનલ થશે તો 'રામાયણ' આ વર્ષે નવેમ્બરમાં દુનિયાભરમાં 4500 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન સાબિત થઈ શકે છે, જેનાથી ફિલ્મને વૈશ્વિક ઓળખ મળશે.

4000 કરોડનું તોતિંગ બજેટ

અંદાજે 4000 કરોડના તોતિંગ બજેટ સાથે બની રહેલી 'રામાયણ' બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ અત્યંત શક્તિશાળી છે:

  • રણબીર કપૂર: ભગવાન શ્રી રામની ભૂમિકામાં
  • યશ (KGF ફેમ): રાવણના શક્તિશાળી પાત્રમાં
  • સાઈ પલ્લવી: માતા સીતાના રોલમાં
  • સની દેઓલ: ભગવાન હનુમાનના પાત્રમાં
  • રવિ દુબે: લક્ષ્મણની મહત્વની ભૂમિકામાં

આ સિવાય રકુલ પ્રીત સિંહ, લારા દત્તા અને અરુણ ગોવિલ જેવા કલાકારો પણ આ મેગા પ્રોજેક્ટનો હિસ્સો છે.

રિલીઝ ડેટની આતુરતા

ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027 માં જોવા મળશે. હનુમાન જયંતિ પર રિલીઝ થયેલા ફર્સ્ટ લુક ટીઝર બાદ ચાહકોમાં પહેલેથી જ ભારે ક્રેઝ છે, અને હવે લાસ વેગાસથી આવેલા આ સકારાત્મક પ્રતિભાવોએ ફિલ્મ પ્રત્યેની અપેક્ષાઓને આસમાને પહોંચાડી દીધી છે.