Ramayana Cast: 'રામાયણ'ની પ્રથમ ઝલક સામે આવી, જાણો રામથી રાવણ અને દશરથથી હનુમાન સુધીના પાત્રો કોણ ભજવશે

નિતેશ તિવારીની મોસ્ટ એવટેડ ફિલ્મ 'રામાયણ'માં રણબીર કપૂર 'રામ' અને યશ 'રાવણ'ના રોલમાં જોવા મળશે. ત્યારે જાણો ફિલ્મ રામાયણમાં રાજા દશરથથી લઈને હનુમાન સુધીના પાત્રો કયા કલાકારો ભજવશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 04 Jul 2025 02:42 PM (IST)Updated: Fri, 04 Jul 2025 02:42 PM (IST)
ramayana-first-glimpse-out-cast-revealed-from-king-dashrath-to-hanuman-ranbir-kapoor-upcoming-movie
HIGHLIGHTS
  • નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ.
  • ફિલ્મમાં રણબીર કપૂર 'રામ' અને યશ 'રાવણ'ના રોલમાં જોવા મળશે.
  • ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, પ્રથમ ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ થશે.

Ramayana Movie Cast: નિતેશ તિવારીની મોસ્ટ એવટેડ ફિલ્મ 'રામાયણ' (Ramayana) ની પ્રથમ ઝલક સામે આવી ગઈ છે. 3 જુલાઈના રોજ મેકર્સ દ્વારા ફિલ્મનું ફર્સ્ટ લુક ટીઝર શેર કરવામાં આવ્યું હતું. જેમાં રામ અને રાવણની ઝલક બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor) 'રામ' અને યશ 'રાવણ'ના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે. તેનો પ્રથમ ભાગ 2026ની દિવાળી પર આવશે અને બીજો ભાગ 2027ની દિવાળી પર રિલીઝ થશે. રિલીઝમાં હજુ ઘણો સમય છે, છતાં ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ ફિલ્મના બાકીના મહત્વપૂર્ણ પાત્રો કોણ ભજવશે. ઘણા લોકો આ વિશે જાણતા નથી. આ આર્ટિકલ જાણો, ફિલ્મ 'રામાયણ' માં રાજા દશરથથી લઈને હનુમાન સુધીના પાત્રો કયા કલાકારો ભજવશે.

ફિલ્મ 'રામાયણ'ના સંભવિત કલાકારોની યાદી

પાત્ર અભિનેતા / અભિનેત્રી
ભગવાન શ્રી રામ રણબીર કપૂર
રાવણ યશ
સીતા માતા સાઈ પલ્લવી
હનુમાનજી સની દેઓલ
લક્ષ્મણ રવિ દુબે
રાજા દશરથ અરુણ ગોવિલ
રાણી કૌશલ્યા ઇન્દિરા કૃષ્ણન
કૈકેયી લારા દત્તા
રાજા જનક અનિલ કપૂર
જટાયુ અમિતાભ બચ્ચન
ભરત આદિનાથ કોઠારે
મંથરા શીબા ચઢ્ઢા
કુંભકરણ બોબી દેઓલ
વિભીષણ વિજય સેતુપતિ
મેઘનાથ વિક્રાંત મેસી
શૂર્પણખા રકુલ પ્રીત સિંહ
મંદોદરી કાજલ અગ્રવાલ
ભગવાન શિવ મોહિત રૈના
ભગવાન ઇન્દ્ર કુણાલ કપૂર
વિદ્યુતજીવ વિવેક ઓબેરોય

નિતેશ તિવારી નિર્દેશિત મેગા પ્રોજેક્ટ 'રામાયણ'ને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. જોકે, નિર્માતાઓએ હજી સુધી ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ સંભવિત કલાકારોની યાદી સામે આવી છે, જેના પરથી આ ફિલ્મની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે.

naidunia_image

જણાવી દઈએ કે, રામાયણના ફર્સ્ટ લુક ટીઝરમાં રણબીર કપૂર રામના અવતારમાં ઝાડ પર ચઢીને ધનુષ ચલાવતો જોવા મળ્યો છે.રણબીરની આ ઝલકે ફેન્સમાં ભારે ઉત્સાહ જગાવી દીધો છે. લોકો સોશિયલ મીડિયા પર તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મના બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન અંગે પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રણબીર અને યશ વચ્ચેના મુકાબલાની ઝલક જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સુકતા છે.