Ramayana Ranbir Kapoor: રણબીર કપૂર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે. તેઓ ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યા છે. રણબીરના ભગવાન રામની ભૂમિકાને લઈને એક તરફ ચાહકો ખુશ છે તો બીજી તરફ તેમની આલોચના પણ થઈ રહી છે. આ દરમિયાન સદગુરુએ હવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈને પણ તેમના ભૂતકાળના પાત્રોને લઈને જજ કરવા ખોટું છે.
એક એક્ટર પર અયોગ્ય નિવેદન - સદગુરુ
નમિત મલ્હોત્રા સાથેની ખાસ વાતચીતમાં સદગુરુએ રણબીર કપૂરના ભગવાન રામના પાત્રને લઈને વાત કરી હતી. રામાયણના પ્રોડ્યુસરે સદગુરુને પુછ્યું કે જ્યારે લોકો વીતી ગયેલી વાતોને લઈને સવાલ કરી રહ્યા છે કે રણબીર કેવી રીતે ભગવાન રામનું પાત્ર ભજવી શકે? જેના પર સદગુરુએ કહ્યું કે આ એક એક્ટર પર અયોગ્ય નિવેદન છે. કારણ કે તેમણે ભૂતકાળમાં કોઈને કોઈ રોલ કરેલા છે. બની શકે કે ભવિષ્યમાં તેઓ રાવણની ભૂમિકા પણ ભજવે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ રામાયણ
આ દરમિયાન સદગુરુએ સાઉથ એક્ટર યશના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે યશ હેન્ડસમ છે. ઉલ્લેખનીય છે કે રામાયણને નિતેશ તિવારી બનાવી રહ્યા છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મને મોટા સ્કેલ પર બનાવવામાં આવી રહી છે. રવિ દુબે ભગવાન લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 પર રિલીઝ થશે.
