Gir National Park

Created By: Kishan Prajapati
ગીર નેશનલ પાર્ક ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલો વિશ્વપ્રખ્યાત વન્યજીવ વિસ્તાર છે. જેની સ્થાપના 1965માં અભયારણ્ય તરીકે કરાઈ છે. તેનો વિસ્તાર આશરે 1,412 વર્ગ કિમી. છે. એશિયાટિક સિંહોનું આશ્રયસ્થાન છે. એશિયાટિક સિંહને લીધે વિશ્વભરમાં ભારતની એક આગવી ઓળખ છે. એશિયાટિક સિંહોને જોવા માટે ભારતભરમાંથી સહેલાણીઓ ગીરમાં ઉમટી પડે છે.

















