Gujarat Gir Forest, Lioness Hunting Viral Video: સાસણ ગીરના જંગલમાં એક અદભૂત અને રોમાંચક ઘટના પ્રકાશમાં આવી છે. ગીર ફોરેસ્ટ સફારીની મજા માણી રહેલા પ્રવાસીઓને એક એવો નજારો જોવા મળ્યો જે તેઓ આખી જિંદગી નહીં ભૂલી શકે. જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓની નજર સામે જ સિંહોએ લાઈવ શિકાર કરતા ગીરના જંગલમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
સામેથી આવતી ગાય પર સિંહણે કર્યો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, જંગલમાં પ્રવાસીઓની સફારી જીપ્સી પસાર થઈ રહી હતી ત્યારે તેની પાછળ ચાલી રહેલી એક સિંહણે અચાનક જ એક ગાય પર હુમલો કરી દીધો હતો. જંગલમાં પ્રવાસીઓની જીપ્સીની બિલકુલ નજીક જ સિંહણે તરાપ મારીને પોતાનો શિકાર ઝડપી લીધો હતો. આ ઘટના દરમિયાન ગણતરીની સેકન્ડોમાં જ બીજો સિંહ પણ આ શિકારમાં જોડાઈ ગયો હતો.
સાસણ ગીર: જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓની નજર સામે સિંહોનો લાઈવ શિકાર#gir #Girlion #Lion #Gujarat #Gujaratnews #GujaratiJagran pic.twitter.com/AZDLuZ2BLC
— Gujarati Jagran (@gujaratijagran) May 12, 2026
શ્વાસ થંભાવી દેતો નજારો કેમેરામાં કેદ થયો
પોતાની નજર સામે, જીવના જોખમે શિકાર કરતા સિંહોની અદભૂત સ્ફૂર્તિ અને તાકાત જોઈને પ્રવાસીઓ પણ દંગ રહી ગયા હતા, અને તેમના શ્વાસ થંભી ગયા હતા. પ્રવાસીઓએ આ સમગ્ર લાઈવ શિકારની ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિંહણ ધીમા પગલે આવીને ઝડપથી ગાયનો શિકાર કરે છે.
સાસણ ગીરના ઇતિહાસમાં દુર્લભ ઘટના બની
સામાન્ય રીતે સિંહો પ્રવાસીઓની આટલી નજીક અને વાહનોની હાજરીમાં શિકાર કરવાનું ટાળતા હોય છે, પરંતુ સાસણ ગીરના ઇતિહાસમાં પ્રવાસીઓ માટે આ એક અત્યંત દુર્લભ અને અનોખી ઘટના બની રહી છે.
આ પણ વાંચો: સાસણ ગીરમાં રકુલ પ્રીત સિંહે જંગલ સફારીના નિયમો તોડ્યા? જાણો વાયરલ વીડિયો પાછળનું સંપૂર્ણ સત્ય
હાલમાં પ્રવાસીઓની જીપ્સી પાસે થયેલા આ લાઈવ શિકારની ઘટનાનો રૂંવાડા ઊભા કરી દેતો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો સિંહોની શિકાર કરવાની પદ્ધતિ જોઈને ભારે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
