Sasan Gir National Park: આજથી સાસણ ગીર નેશનલ પાર્કમાં સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે 15 જૂનથી 15 ઓકટોબર સુધીનો 4 મહિનાના સમયગાળા માટે સિંહોનું વેકેશન હોય છે. આ સમય દરમિયાન ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ હોય છે. ત્યારે આજથી સિંહોનું વેકેશન પૂર્ણ થતાં જ સાસણ ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું કરાયું છે. ત્યારે આ આર્ટિકલમાં મેળવી લો સાસણ ગીર નેશનલ પાર્કનો સમય, ટિકિટની કિંમત, એન્ટ્રી ફી અને ઓનલાઈન બુકિંગ સહિતની તમામ જાણકારી.
ગીર નેશનલ પાર્ક સફારી સમય - Gir National Park Safari Time
- સવારે 06:00 થી 09:00
- સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી
- બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી
ગીર નેશનલ પાર્ક સફારી બુકિંગ એન્ટ્રી ફી - Gir National Park Safari Booking Tariff
- 4 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 5500 / જીપ (એક જીપમાં મહત્તમ 4 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
- 6 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 6500 / જીપ (એક જીપમાં મહત્તમ 6 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
- 8 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 8000 / જીપ (એક જીપમાં મહત્તમ 8 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
- સૌ પ્રથમ https://sasangirnationalpark.in/ વેબસાઇટ પર જાઓ.
- હવે તારીખ પસંદ કરો. (પ્રવાસના 3 મહિના પહેલા જંગલ સફારી બુક કરવાની સલાહ આપવામાં આવે છે)
- ટાઈમ સ્લોટ પસંદ કરો.
- એડલ્ટ અને બાળકોની સંખ્યા પસંદ કરો. (એક જીપમાં માત્ર 6 એડલ્ટ અને 1 બાળકને જ મંજૂરી છે)
- એ વ્યક્તિનું નામ એન્ટર કરો, જે સફારી બુક કરી રહ્યો છે.
- સાચો નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરો.
- પછી એક પેજ ખુલશે, તે પેજ પર સંપૂર્ણ સરનામા સાથે તમે જે રાજ્યમાંથી આવી રહ્યા છો તે એન્ટર કરો. (નોંધ: સરનામું યોગ્ય રીતે ઉલ્લેખિત હોવું જોઈએ, તે તમે પ્રદાન કરી રહ્યાં છો તે ઓળખ સાથે મેળ ખાતું હોવું જોઈએ).
- હવે જીપમાં સફારી કરનાપમુસાફરોની વિગતો દાખલ કરો: જેમ કે આખું નામ, ઉંમર, જેન્ડર, રાષ્ટ્રીયતા, રાજ્ય, આઈડી પ્રૂફ અને આઈડી નંબર (ઓળખના પુરાવાની સંપૂર્ણ અને સાચી વિગતો ભરો, જો ખોટી હશે., તો બુકિંગ મંજૂર કરવામાં આવશે નહીં)
- જો તમારી જીપ સફારી કેટેગરી A માં બદલાય તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે.
- અંતે ઉલ્લેખિત રકમની ચૂકવણી કરો.