Veraval News: ગીર પંથકમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં સાવજોના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આ પહેલા અમરેલી પંથકમાં સિંહબાળો સાથે ત્રણ સિંહણનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એકસાથે 12 સિંહો જોવા મળ્યા હતા.
ચોમાસાની ઋતુમાં વન્ય વિસ્તારમાંથી સિંહો અવાર-નવાર રહેણાક વિસ્તારની આસપાસ આવી ચડે છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડાના ફરેડામાં રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહો આવી પહોંચ્યા હતા. રાત્રીના સમયે 12 જેટલા સિંહો રસ્તો પસાર કરી રહ્યાં હતા. એ સમયે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો થંભી ગયા હતા અને એકસાથે 12 ડાલામથ્થાઓને કેમેરામાં કેદ કરી લીધા હતા.
વરસાદી વાતાવરણનો લુત્ફ ઉઠાવતો સિંહ પરિવાર
અમરેલીના ખાંભાથી નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર 8 સિંહનું ટોળું રોડ પર આવી ચડ્યું હતું. નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર રાત્રિના વરસાદી વાતાવરણમાં સિંહ પરિવારે લટાર મારી હતી. 3 સિંહણ અને 5 સિંહબાળનું ટોળું શિકારની શોધમાં હાઇવે પર આવી ચડ્યું હતું. એ સમયે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોઓએ 8 સિંહને કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
દેવળા ગીરમાં સાવજે પશુનો શિકાર કર્યો
અમરેલી જિલ્લાના ધારીમાં દેવળા ગીર ખાતે ગામમાં શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે સિંહે વરસાદી વાતાવરણ વચ્ચે પશુનો શિકાર કર્યો હતો. સિંહે ગામનીબજારમાં શિકાર કરીને પશુની મીજબાની માણી હતી. મીજબાની માણી રહેલો સિંહ વીડિયોમાં કેદ થઇ ગયો હતો. ગામમાં સાવજ આવી જતાં ગ્રામજનોમાં થોડો ભય ફેલાયો હતો. વીડિયો જાવો ક્લિક કરો.
