Amreli News: અમરેલીના દેવળા ગીરમાં સાવજ આવી ચડ્યો, ઝરમર વરસતા વરસાદમા પશુનો શિકાર કર્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 25 Jul 2024 12:13 PM (IST)Updated: Thu, 25 Jul 2024 12:16 PM (IST)
amreli-news-lion-came-to-devla-gir-village-and-hunted-animals

Amreli News: અમરેલી જિલ્લાના ગામોમાં સિંહની લટાર સામાન્ય બની ગઇ છે. સિંહ વન્ય વિસ્તાર છોડીને શિકારનો શોધમાં જંગલની આસપાસના વિસ્તારમાં આવી ચડે છે. જેના વીડિયો અવાર-નવાર આવતા રહે છે. ત્યારે એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં ધારીના દેવળા ગીરમાં રાત્રીના સમયે સાવજ આવી ચડ્યો હતો અને ઝરમર વરસતા વરસાદમાં એક પશુનો શિકાર કર્યો હતો.

આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના ધારીમાં દેવળા ગીર ખાતે ગામમાં શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે સિંહે વરસાદી વાતાવરણ વચ્ચે પશુનો શિકાર કર્યો હતો. સિંહે ગામનીબજારમાં શિકાર કરીને પશુની મીજબાની માણી હતી. મીજબાની માણી રહેલો સિંહ વીડિયોમાં કેદ થઇ ગયો હતો.

ગામમાં સાવજ આવી જતાં ગ્રામજનોમાં થોડો ભય ફેલાયો હતો. વરસતા વરસાદમાં મીજબાની માણી રહેલા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થયો છે. આ પહેલા પણ અવાર-નવાર સિંહ વન્ય વિસ્તાર છોડીને રહેણાક વિસ્તારમાં આવી ચડે છે. થોડા સમય પહેલા પીપવાવ વિસ્તારમાં આંટાફેરા મારતા સિંહોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતો હતો.