ઘુમ્મટ કે ધજા વિનાનું સિંહ આકારનું મંદિર: નળ સરોવર નજીક વનાળિયા ગામે આકાર પામ્યું ભવ્ય શક્તિપીઠ ધામ

સાણંદના વનાળિયામાં ઘુમ્મટ કે ધજા વિનાનું ૭૨ ફૂટ ઊંચું સિંહ આકારનું દુર્ગા મંદિર તૈયાર થઈ ગયું છે. 15 વીઘામાં પથરાયેલા આ ભવ્ય ધામમાં માઇભક્તોને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 19 Oct 2026 03:45 PM (IST)Updated: Mon, 19 Oct 2026 03:45 PM (IST)
sanand-vanaliya-lion-shape-durga-temple-51-shaktipeeth-nal-sarovar

Sanand Durga Temple: અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે નળ સરોવર નજીક આવેલા વનાળિયા ગામમાં સૌથી અનોખું દુર્ગા મંદિર તૈયાર થઈ ગયું છે. લગભગ 15 વીઘામાં પથરાયેલા આ વિશાળ મંદિર પરિસરમાં માઈભક્તોને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ મંદિરની એક અનોખી ખાસિયત એ છે કે, સામાન્ય રીતે શિખરના બદલે આ મંદિરનો મુખ્ય ભાગ સિંહ આકારનો છે.

સિંહ આકારના દુર્ગા મંદિરની વિશેષતા

આ મંદિર હાલ વનાલિયા ખાતે બનીને તૈયાર થઈ ગયું છે. 151 ફૂટ લંબાઈ અને 72 ફૂટ ઉંચાઈ ધરાવતા આ અનોખા મંદિરમાં કોઈ પણ પ્રકારના પારંપરિક ઘુમ્મટ કે ધજા જોવા નહીં મળે. આ મંદિરને તૈયાર કરવા માટે ખાસ ઔરંગાબાદથી 150 ઘન ફૂટ પથ્થરો મંગાવાયા છે. 200થી વધારે કારીગરોએ આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે.

ગર્ભગૃહમાં એકસાથે 300 ભક્તો દર્શન કરી શકશે

માતાજીની સવારી સિંહના આકારમાં તૈયાર આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ શકે છે. તેમજ આ ખાસ મહોત્સવ દરમિયાન 51 શક્તિપીઠોમાંથી પવિત્ર જ્યોત લાવવામાં આવશે.

મંદિર પરિસરમાં ભક્તો માટે વિશેષ સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં 24 કલાક ભંડારો, નિશુલ્ક મેડિટેશન અને શિબિર, પ્રાર્થના હોલ અને યજ્ઞની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.