Gir National Park Lion Video: ગુજરાતના ઘરેણા સમા એશિયાટિલ લાયન્સના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જોકે ગુજરાત ટૂરિઝમ અને રાજ્યના વનમંત્રી અર્જૂન મોઢવાડિયા દ્વારા એક અદભૂત વીડિયો શેર કરવામાં આવ્યો છે. 12 સેકન્ડના આ વીડિયોમાં સિંહ-સિંહણની ફાઇટ જોવા મળે છે. જેમાં સિંહણની ત્રાડ બાદ જાણે કે જંગલનો રાજા પણ સમજી ગયો હોય કે એની સામે શાંત રહેવામાં શાણપણ છે, તેમ શાંત થતો જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
ગુજરાતના ગીર નેશનલ પાર્કનો એક વીડિયો ગુજરાત ટૂરિઝમ અને રાજ્યના વનમંત્રી અર્જૂન મોઢવાડિયાએ શેર કર્યો છે. ગીર નેશનલ પાર્કમાં કેટલાક પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યાં હતા. જે દરમિયાન પ્રવાસીઓને એક અદભૂત દૃશ્ય કે જે કાયમ માટે તેમના હૃદયમાં સ્થાન પામી જાય તે જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારનું દૃશ્ય ભાગ્યેજ જોવા મળતું હોય છે. જ્યારે પણ સિંહ દર્શન કરવા પ્રવાસીઓ જાય ત્યારે સિંહ અથવા તો સિંહણ એકલી કે પછી બન્ને સાથે વિહરતા જોવા મળે. અથવા તો સિંહ બાળ સાથે આખો પરિવાર જોવા મળે છે.
Even the king knows that silence is the smartest move when the queen is angry.
— Gujarat Tourism (@GujaratTourism) February 11, 2026
📍Gir National Park
📹 @urmiljhaveri #GirNationalPark #AsiaticLion #LionKing #ExploreGujarat #GujaratTourism pic.twitter.com/WsJD1tAzJd
ગીર અભ્યારણ્યની આસપાસના ગામોમાં પણ સિંહ પરિવાર જોવા અવાર-નવાર મળતો હોય છે. શિકારની શોધમાં આવી ચડેલા સાવજોના વીડિયો પણ આપણી સામે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી આવતા હોય છે, પરંતુ પ્રવાસીઓને અદભૂત દૃશ્યો જોવા મળ્યા. સફારી રૂટ પર પ્રવાસીઓ આગળ વધી રહ્યાં હતા ત્યારે સિંહ અને સિંહણ વચ્ચે લડાઇ ચાલી રહી હતી. સિંહ દ્વારા ત્રાડ પાડવામાં આવી પરંતુ સિંહણની ત્રાડ અને પ્રહારના કારણે સિંહ શાંત થઇ ગયો હતો. પ્રવાસીઓ દ્વારા આ પલને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે.
રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ
ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓ રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ છે. 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા 891 સિહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે. 2001માં સિંહની સંખ્યા 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2020માં 674 હતી તે હવે વધીને 891 થઈ છે.
