Ashish Nehra (આશિષ નેહરા)

Created By: Gujarati Jagran
આશિષ નેહરાનો જન્મ 29 એપ્રિલ 1979માં થયો છે. તેઓ હાલ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ ટીમના કોચ છે. આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં તેણે 120 વન ડે, 17 ટેસ્ટ અને 27 ટી20 મેચ રમી છે. આઈપીએલ 2025માં ખેલાડીઓ જેટલી જ ચર્ચા ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નહેરાએ જગાવી છે. તે હંમેશા મેદાન પર ફુટબોલના કોચની જેમ તમને ચાલતા અને ખેલાડીઓને સલાહ આપતો જ જોવા મળશે. ખેલાડી જેટલું જ એગ્રેશન મેચ દરમિયાન આશિષ નહેરામાં જોવા મળી રહ્યું છે. આ જ કારણે આઈપીએલમાં ગુજરાતનો દેખાવ સારો રહ્યો છે.

















