RCB vs MI Match: જસપ્રીત બુમરાહે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં RCB સામે તરખાટ મચાવ્યો હતો. MIના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહએ RCB સામે પાંચ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે IPLમાં પાંચ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. તે એવો બોલર બન્યો જેણે RCB સામે પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું છે. બુમરાહે આશિષ નેહરાના 9 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડ્યો છે.
IPL 2024ની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. મુંબઈએ આ લક્ષ્યાંક 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જસપ્રીત બુમરાહે IPLના ઈતિહાસમાં બીજી વખત પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું છે.
A masterclass with the ball??@Jaspritbumrah93 is awarded Player of the Match for his fabulous 5️⃣-wicket haul as @mipaltan win by 7 wickets against #RCB
— IndianPremierLeague (@IPL) April 11, 2024
Scorecard ▶️ https://t.co/Xzvt86cbvi#TATAIPL | #MIvRCB pic.twitter.com/O16kOGtwcE
બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી અને IPLના ઈતિહાસમાં બે વખત પાંચ વિકેટ લેનારો ત્રીજો ભારતીય ઝડપી બોલર બન્યો અને વિશ્વ કક્ષાએ ચોથો ખેલાડી બન્યો છે. આ યાદીમાં જેમ્સ ફોકનર પ્રથમ સ્થાને છે. જયદેવ ઉનડકટ બીજા સ્થાને અને ભુવનેશ્વર કુમાર ત્રીજા સ્થાને છે.
IPLમાં બે વખત પાંચ વિકેટ લેનાર બોલર
જેમ્સ ફોકનર
જયદેવ ઉનડકટ
ભુવનેશ્વર કુમાર
જસપ્રીત બુમરાહ
આશિશ નેહરાનો રેકોર્ડ તોડ્યો
બુમરાહ RCB સામે એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો. તેણે 2015માં CSK માટે આશિષ નેહરાના 4/10નો રેકોર્ડ તોડ્યો હતો. RCB સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે બુમરાહે રવિન્દ્ર જાડેજા, સંદીપ શર્મા અને સુનીલ નારાયણને પાછળ છોડી દીધા છે. બુમરાહે RCB સામે સૌથી વધુ 29 વિકેટ લીધી છે.
IPLમાં RCB સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જસપ્રીત બુમરાહ – 29
રવિન્દ્ર જાડેજા, સંદીપ શર્મા- 26
સુનીલ નારાયણ- 24
આશિષ નેહરા, હરભજન સિંહ- 23
