GT vs MI, IPL 2025: આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાતના ટાઈટન્સના બે ખેલાડીઓ એક પછી એક આઉટ થઈ જતાં તેમના હેડ કોચ આશિષ નેહરા (Ashish Nehra) ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા. તેઓ તેમના ગુસ્સા પર કાબૂ રાખી શક્યા ન હતા. મેદાનની બહાર બાઉન્ડ્રી લાઈન પર તેમનો બૂમો પાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદમાં રમાયેલી IPLની 18મી સિઝનની નવમી મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને માત આપી હતી. જો કે, આ મેચમાં ગુજરાતની ટીમના લોઅર ઓર્ડર બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ જોઈને ટીમના હેડ કોચ આશિષ નેહરા ગુસ્સામાં જોવા મળ્યા હતા.
How I cry when things don't go according to me in my life:
— Prachi Khandelwal (@PrachiK2107) March 29, 2025
?Unreal reaction Ashish Nehra ji!#GTvsMI #GTvMI #MIvsGT #IPL2025 #AshishNehra pic.twitter.com/Bxig8utYut
ગુજરાતની ઈનિંગની 19મી ઓવરમાં તેઓ મેદાનમાં બૂમો પાડતા જોવા મળ્યા હતા. આ ઓવરમાં મુંબઈ તરફથી દીપક ચાહર બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પ્રથમ બોલ પર જ રાહુલ તેવટિયા રન આઉટ થઈ ગયો હતો. જ્યારે બીજા જ બોલે શેરફેન રદરફોર્ડ મોટો શોર્ટ ફટકારવા માટે જતાં કેચ આઉટ થઈ ગયો હતો. જેના કારણે આશિષ નેહરા તેમના ગુસ્સા પર કાબૂ રાખી શક્યા ન હતા.
