રોહિત શર્મા-વિરાટ કોહલી ODI World Cup 2027 રમશે કે નહિ; આશિષ નહેરાએ આપ્યા સંકેત

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 25 Jul 2024 01:13 PM (IST)Updated: Thu, 25 Jul 2024 01:13 PM (IST)
ashish-nehra-on-rohit-sharma-and-virat-kohli-play-odi-world-cup-2027

ODI World Cup 2027: T20 વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ હવે તેઓ ક્યા સુધી રમશે તેના પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ મામલે ભારતીય ફાસ્ટ બોલર આશિષ નહેરાનું નિવેદન સામે આવ્યું છે.

આશિષ નહેરાએ જણાવ્યું હતું કે વન ડે વર્લ્ડ કપ 2027માં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે કે નહિ તે તેમના ફિટનેસ પર આધાર રાખે છે.

સ્પોર્ટસ તક સાથે વાત કરતાં આશિષ નહેરાએ જણાવ્યું કે બંને ખેલાડીઓનું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. અને આ બાબતો તમારી અંદર કેટલો જુસ્સો અને પ્રેરણા છે. તેના પર આધાર રાખે છે. શુભમન ગિલ, જયસ્વાલ અને સાઈ સુદર્શન રન બનાવશે અને તેમને પુશ કરશે. અને આવી જ રીતે તેમણે લેવલ વધારવું પડશે. તેઓ પહેલા પણ આ કરી ચુક્યા છે.