AUS Vs SA: કેમરુન ગ્રીનની તોફાની બેટિંગ, માત્ર 47 બૉલમાં સદી ફટકારી આફ્રિકન બૉલરના રીતસરના છોતરા કાઢ્યા

કેમરુન ગ્રીન ODIમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ઑસ્ટ્રેલિયાનો બીજો બેટ્સમેન બન્યો. જેની પહેલા ગ્લેન મેક્સવેલ છે, જેણે 2023માં નેધરલેન્ડ વિરુદ્ધ 40 બૉલમાં સદી ફટકારી હતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 24 Aug 2025 04:40 PM (IST)Updated: Sun 24 Aug 2025 04:40 PM (IST)
aus-vs-sa-cameron-green-innings-century-fastest-hundred-for-australia-in-odi-591054
HIGHLIGHTS
  • કેમરુન ગ્રીને પોતાની ઈનિંગ્સમાં 8 સિક્સ અને 6 ફૉર ફટકારી
  • સાઉથ આફ્રિકા વિરુદ્ધ કાંગારૂ ટીમે 431 રનનો તોતિંગ સ્કોર ખડક્યો

AUS Vs SA ODI: ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર કેમરૂન ગ્રીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝની ત્રીજી વન-ડે મેચમાં શાનદાર સદી (118 અણનમ) ફટકારી છે. જે કેમરુન ગ્રીનની વન ડે કરિયરની પ્રથમ સદી છે, જેની મદદથી ઑસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતા 400થી વધુ રનનો જંગી સ્કોર ખડક્યો છે. કેમરૂન ગ્રીન સિવાય ટ્રેવિસ હેડ (142) અને મિચેલ માર્શ (100) પણ સદી ફટકારી હતી.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે 250 રનના સ્કોરે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે બાદ ગ્રીન ક્રીઝ પર આવ્યો. સિરીઝની શરૂઆતની 2 વન ડે મેચમાં 3 અને 35 રનનો સ્કોર કરનાર ગ્રીન ત્રીજી મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. વન ડાઉનમાં આવેલ કેમરુન ગ્રીને મેદાનની ચોતરફ ફટકા બાજી કરી હતી અને માત્ર 55 બૉલમાં 118 રન બનાવીને છેક સુધી અણનમ રહ્યો હતો. કેમરુને એલેક્સ કેરી (50*) સાથે ત્રીજી વિકેટ માટે 164 રનની પાર્ટનરશિપ કરી હતી.

Ahmedabad School Stabbing: નયનની શ્રદ્ધાંજલિ સભામાં વિશ્વ હિન્દુ પરિષદની હુંકાર- 'સરકાર હત્યારાને ઓકાત બતાવે, નહીંતર..!'

ઑસ્ટ્રેલિયા તરફથી બીજા નંબરનો સૌથી ઝડપી સદી
કેમરુન ગ્રીને 47 બૉલમાં પોતાની સદી પુરી કરી હતી, આ સાથે જ તે ઑસ્ટ્રેલિયા તરફથી વન-ડે ઈન્ટરનેશનલમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ લિસ્ટમાં પ્રથમ ક્રમે ગ્લેન મેક્સવેલ છે, જેણે 2023માં નેધરલેન્ડ વિરુદ્ધ માત્ર 40 બૉલમાં સદી ફટકારી હતી.

જણાવી દઈએ કે, વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ એબીડી વિલિયર્સના નામ પર છે, જેણે 2015માં માત્ર 31 બૉલમાં સદી ફટકારી હતી.

જો કેમરુન ગ્રીનની વન ડે કરિયર પર નજર નાંખીએ તો, તેણે 2020માં પોતાની વન ડે કરિયરની શરૂઆત કરી હતી. આ ઑલરાઉન્ડરે અત્યાર સુધીમાં 31 વન-ડે મેચ રમી છે, જેમાં 43.4ની સરેરાશ સાથે 782 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 2 અડધી સદી સામેલ છે. જ્યારે બૉલિંગમાં તેણે 20 વિકેટ ઝડપી છે.

ઑસ્ટ્રેલિયની ટીમનો બીજા નંબરો સૌથી મોટો સ્કોર
આજની મેચમાં ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઑવરમાં 2 વિકેટ ગુમાવી 431 રન બનાવ્યા છે. જે વન ડે ક્રિકેટના ઈતિહાસમાં ઑસ્ટ્રેલિયનો બીજો સર્વોચ્ચ સ્કોર છે. આવું ત્રીજી વખત છે, જ્યારે કાંગારુ ટીમે 400 પ્લસનો સ્કોર ખડક્યો હોય. જ્યારે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 434\4 છે. પ્રથમવાર ઑસ્ટ્રેલિયન ઈનિંગ્સમાં 3 ખેલાડીઓએ સદી ફટકારી છે.