Dewald Brevis Century, AUS vs SA 2nd T20I: 12 ઓગસ્ટ 2025ના રોજ રમાયેલી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝના બીજા મુકાબલામાં ડેવાલ્ડ બ્રેવિસે પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌ કોઈને દંગ કરી દીધા. તેમણે ઓસ્ટ્રેલિયન બોલરોની જોરદાર ધોલાઈ કરી અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો. આ મેચમાં બ્રેવિસે પહેલીવાર પોતાના T20 ઇન્ટરનેશનલ કરિયરમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હોવા છતાં ટીમે ઝડપથી ત્રણ વિકેટ ગુમાવ્યા હતા. રિયાન રિકલ્ટન 14 રન, એડન માર્કરમ 18 રન અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ 10 રન બનાવીને આઉટ થતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે, ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા ડેવાલ્ડ બ્રેવિસે કમાલની બેટિંગ કરી.
25 બોલમાં બ્રેવિસની અડધી સદી
જુનિયર એબી ડી વિલિયર્સ તરીકે જાણીતા ડેવાલ્ડ બ્રેવિસ હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટ ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી બની ગયા છે. બ્રેવિસે માત્ર 25 બોલમાં પોતાનું અર્ધશતક પૂરું કર્યું, જેમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. આ તેનો T20 ઇન્ટરનેશનલ કરિયરનો સૌથી મોટો સ્કોર હતો, જે તેમના અગાઉના 41 રનના સર્વોચ્ચ સ્કોરને પાર કરી ગયો હતો.
DEWALD BREVIS WITH A 41 BALL HUNDRED VS AUSTRALIA. 🤯
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2025
- The youngest ever South African to register a T20i hundred. 🔥 pic.twitter.com/CUlT0bu1Pi
અર્ધશતક પાર કર્યા પછી પણ બ્રેવિસ અટક્યો નહીં અને તેણે પોતાના T20 ઇન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી પણ પૂરી કરી. ડેવાલ્ડ બ્રેવિસે માત્ર 41 બોલમાં જ પોતાની સદી પૂરી કરી, જેમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થતો હતો. તેની આક્રમક બેટિંગને કારણે સામેની ટીમના હોશ ઉડી ગયા હતા. આ પ્રદર્શને તેને T20 ફોર્મેટમાં એક ઉભરતા સ્ટાર તરીકે સ્થાપિત કર્યો છે.