Strong Venus: કુંડળીમાં શુક્ર ગ્રહને સુખોનો કારક માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં શુક્રને દૈત્યોનો ગુરુ દેવ ગણવામાં આવે છે. આ સાથે જ શુક્ર ગ્રહને સુખ સમૃદ્ધિ માટે જવાબદાર ગણવામાં આવે છે. જ્યારે શુક્રવારના દિવસને ધનની દેવી લક્ષ્મી માતાની સાથે-સાથે શુક્ર ગ્રહને સમર્પિત માનવામાં આવે છે. એવામાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય, તો તેને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિથી સુખ અને ખુશીઓ દૂર થતી જાય છે. એવામાં તમારે કેટલાક જ્યોતિષી ઉપાય અજમાવવા જોઈએ.
શુક્ર ગ્રહ નબળો હોવાના લક્ષણો (Weak Venus)
- જો તમારા ચહેરા પર અચાનક ખીલ થવા લાગે, તો સમજજો તમારો શુક્ર નબળો થઈ રહ્યો છો.
- ચહેરા પર ઈન્ફેક્શન થવું પણ શુક્ર નબળો હોવાનો સંકેત મનાય છે
- અચાનક વાળ ખરવા લાગે અને વાળમાં ડેન્ડ્રફ થઈ જાય તો શુક્ર નબળો હોવાના કારણે આમ થઈ શકે છે.
- નાની વયે વાળ સફેદ થઈ જવા અને સ્કિનનો રંગ કાળો પડી જવો પણ શુક્રના પ્રકોપનો સંકેત આપે છે.
કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવાના ઉપાય (Shukra Grah Upay)
- શુક્ર ગ્રહના મંત્ર 'ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:' નો શુક્રવારના દિવસે જાપ કરવો જોઈએ. જેનાથી જીવનમાં ક્યારેય સુખ-સમૃદ્ધિની કમી નહીં વર્તાય.
- ધનની દેવી માઁ લક્ષ્મીની પૂજા શુક્રવારના દિવસે જ કરવામાં આવે છે. કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માંગતા હોવ, તો શુક્રવારની પૂજા કરો.
- શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે સફેદ વસ્તુઓનું દાન કરો. આ માટે સફેદ વસ્ત્ર કે સફેદ ખાણી-પીણીની ચીજોનું દાન કરી શકો છો.
- શુક્રવારના દિવસે સફેદ કપડા પહેરવા જોઈએ. જ્યોતિષાચાર્યોનું માનવું છે કે, આમ કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બને છે.
- જે વ્યક્તિનો શુક્ર નબળો હોય, તેણે ગાયને ઘાસચારો અથવા તો ભોજન ખવડાવવું જોઈએ. આ ઉપાય અજમાવવાથી પણ શુક્રનો પ્રકોપ ઓછો થાય છે
- શુક્ર ગ્રહ સ્વચ્છતા અને સુંદરતાનો કારક મનાય છે. જો તમે ઘરમાં સ્વચ્છતા નહીં જાળવો, તો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો પડી શકે છે.
- શુક્રવારના દિવસે તમારે શરીર પર ચંદનનો લેપ લગાવવો જોઈએ
- ઘરમાં શુક્ર યંત્રને વિધિવત સ્થાપિત કરીને નિયમિત તેની પૂજા કરવાથી પણ ફાયદો થશે
- જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય, તો તેણે 6 અથવા 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.