Shirdi Sai Baba Darshan: અમદાવાદથી શિરડી સ્થિત સાંઈબાબાના દર્શને જવા માંગો છો, તો આ બાબતોને અચૂક ધ્યાનમાં રાખશો

શિરડીમાં દરરોજ ભક્તોની ભીડ રહે છે. જો કે તહેવારો દરમિયાન અને ગુરુવારના દિવસે સૌથી વધુ ભીડ હોય છે. જેના કારણે તમારે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 Nov 2024 11:43 PM (IST)Updated: Sat, 02 Nov 2024 11:43 PM (IST)
how-to-visit-shirdi-sai-baba-darshan-from-ahmedabad
HIGHLIGHTS
  • સાંઈબાબાનું મંદિર સવારે 5 થી રાતે સાડા 10 સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે

Shirdi Sai Baba Darshan: મહારાષ્ટ્રના શિરડીમાં આવેલા સાંઈબાબા મંદિરે દર્શન માટે દરરોજ દૂર-દૂરથી ભક્તો ઉમટી પડે છે. ભક્તોને વિશ્વાસ છે કે, બાબા દયાળું છે અને તેમના દર્શન માત્રથી ભગવાન દરેક દુ:ખ દૂર કરી દેશે. અત્યારે ગુજરાતમાં ગુજરાતમાં દિવાળીનું મિની વેકેશન ચાલી રહ્યું છે. એવામાં તમે શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ લેખ ઉપયોગી નીવડશે.

અમદાવાદથી તમને શિરડી જવા માટે ખાનગી બસ, સરકારી બસો તેમજ ટ્રેનની સુવિધા મળી રહેશે. આ ઉપરાંત જો તમે સમય બચાવવા માંગતા હોવ, તો પોતાનું ખાનગી વાહન લઈને પણ શિરડી જઈ શકો છો. આ સિવાય જો વધારે લોકો હોય તો ટૂર પેકેજ પણ લઈ શકો છો.

VIP દર્શન
આમ તો શિરડીમાં દરરોજ ભક્તોની ભીડ રહે છે. જો કે તહેવારો દરમિયાન અને ગુરુવારના દિવસે સૌથી વધુ ભીડ હોય છે. જેના કારણે તમારે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે, જે બાદ તમને સાંઈ બાબાના દર્શન થાય છે. જો તમે ઝડપથી ભગવાનના દર્શન કરવા માંગતા હોવ, તો તમે VIP પાસ પણ લઈ શકો છે. VIP પાસ ધારકને અલગ ગેટથી બાબાના દર્શન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ માટે તમે ઑનલાઈન પોર્ટલથી VIP પાસનું બુકિંગ કરાવી શકો છો.

મંદિરનો સમય અને નિયમ
શિરડી સ્થિત સાંઈબાબાનું મંદિર સવારે 5 થી રાતે સાડા 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ દરમિયાન મંદિરમાં 3 વખત આરતી કરવામાં આવે છે, જેનો સમય અલગ-અલગ હોય છે. આથી તમે જે સમયે શિરડી પહોંચો, તે પ્રમાણે આરતીમાં ભાગ લઈ શકો છો.

મંદિરની અંદર શૉર્ટ્સ પહેરીને આવનારા લોકોને પ્રવેશન નથી આપવામાં આવતો. આથી જો તમે સાંઈબાબાના દર્શન કરવા જઈ રહ્યા હોવ, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

શિરડી સાઈબાબા મંદિરમાં ધૂપ આપવામાં આવે છે. આ ધૂપને પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે. ભક્તો ધૂપ બાદ બચેલી રાખને પોતાની સાથે ઘરે લઈ જઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ કોઈ સમસ્યાથી ઘેરાયેલો હોય, તો સાઈબાબા તેને આ ધૂપથી ધૂમાડો આપશે, તો તરત જ સમસ્યામાંથી છૂટકારો મળી જાય છે.

લીમડાનું ઝાડ: શિરડી ધામમાં એક લીમડાનું ઝાડ પણ છે. એવું માનવામાં આવે છે કે, સાઈબાબા આ ઝાડ નીચે બેસીને જ આરામ કરતાં હતા. લોકો આ લીમડાના પાંદડાને પોતાના ઘરે લઈ જવા ઉત્સુક હોય છે, પરંતુ આ ઝાડ નજીક ભક્તોને જવાની મનાઈ છે. આથી તમે માત્ર દૂરથી જ આ લીમડાના ઝાડને જોઈ શકો છો.