Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામમાં ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવા આવી હતી. જેમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
નવા વર્ષની સવારે ગોપાલક સમાજના લોકો રામપુર ગામના પાદરે આવેલા રાધાકૃષ્ણ મંદિરે એકઠા થાય છે. જ્યાં સૌ પ્રથમ સમુહ આરતી ઉતારવામાં આવે છે. જે બાદ મંદિર નજીક ગામની ગાયો અને ભેંસો સહિતના પશુઓને એકઠા કરવામાં આવે છે. જ્યાં તેમની વચ્ચે ફટાકડા ફોડીને પશુઓને ભડકાવવામાં આવે છે. જે બાદ સૌ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.
રામપુર ગામમાં પશુઓને ભડકાવીને નવું વર્ષ ઉજવવાની વર્ષો જૂની પરંપરા છે. એવું કહેવાય છે કે, આ રીતે પશુઓ ભડકાવવાથી ગામમાં કોઈ રોગચાળો નથી ફેલાતો. ખાસ વાત એ છે કે, ફટાકડા ફોડવાથી ભડકેલા પશુઓ દોડતા હોવા છતાં આજ સુધી ગામના કોઈ વ્યક્તિ કે પશુઓને ઈજા કે નુક્સાન પહોંચ્યું નથી.
