Shukra Gochar 2025: વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહ જન્મ કુંડળીમાં આવેલ 12 ભાવો પર અલગ-અલગ રીતે અસર કરતો હોય છે. ગ્રહ મંડળમાં શુક્રને શુભ ગ્રહ માનવામાં આવે છે. આથી જો કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય, તો જાતકને સારા પરિણામ મળે છે, પરંતુ જો નબળો હોય, તો અશુભ ફળ આપે છે.
વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહને પ્રેમ, સુંદરતા, ધન, ભૌતિક સુખ-સુવિધા અને કળાના કારક માનવામાં આવે છે. જે જાતક પર શુક્ર મહેરબાન હોય, તેમને જીવનના દરેક સુખ મળે છે અને તેઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે. જો કે જ્યારે-જ્યારે શુક્રની ચાલમાં પરિવર્તન થાય, ત્યારે તમામ 12 રાશિના જાતકોના જીવનમાં શુભાશુભ અસર જોવા મળે છે.
ગત 29 જૂન, 2025ના રોજ બપોરે 2:17 કલાકે શુક્ર દેવે વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. જ્યાં તે આગામી 26 જુલાઈ, 2025ની સવાર 9:02 કલાક સુધી રહેશે. શુક્રના આ ગોચરથી કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થયું છે, જે 3 રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે.
કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગ ક્યારે બને? તેના વિશે જાણી તો, જ્યારે કેન્દ્ર અને ત્રિકોણ ભાવની દ્રષ્ટિ એકબીજા પર પડે છે અથવા તેમના સ્વામી એકસાથે આવીને શુભ યોગ બનાવે છે, ત્યારે ત્રિકોણ રાજયોગનું નિર્માણ થાય છે.
જ્યારે શુક્રદેવ જન્મકુંડળીમાં પહેલા, ચોથા અને સાતમા ભાવમાં હોય, તો માલવ્ય રાજયોગ બને છે. આ ઉપરાંત અન્ય અનેક પરિસ્થિતિઓમાં પણ માલવ્ય રાજયોગ બનતો હોય છે. કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગ બન્ને શુભ માનવામાં આવે છે. જેની અસરથી વ્યક્તિ ધન, વૈભવ, સામાજિક પ્રતિષ્ઠા અને યશ-એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
મેષ: આ રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગ ફળદાયી નીવડશે. જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. વર્ષોથી અટકેલા પૈસા પરત મળી શકે છે. જૂનું કોઈ રોકાણ કર્યું હોય, તો તેના પર સારું એવું વળતર મળી શકે છે. આવકના પ્રમાણમાં ખર્ચ ઘટવાથી બચત વધશે. નોકરિયાત વર્ગને તેમના કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહેશે અને આત્મવિશ્વાસ વધે.
મકર: કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી આ રાશિના જાતકોને લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળશે. નવી નોકરી શોધી રહેલા જાતકોની તલાશનો અંત આવે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય. વેપારી વર્ગને સારો એવો નફો મળી શકે છે. દામ્પત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે. શત્રુ વિજયના યોગ બનશે.
મીન: સમજી-વિચારીને કરવામાં આવેલું રોકાણ તમને ફાયદો કરાવી દેશે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. વડીલોનો સહકાર મળી રહેશે. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવશે. શાંતિ અને સમાધાનથી તમારા એક પછી એક કાર્ય સફળ થતાં જણાશે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે