Ketu Nakshatra Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ કેતુને અશુભ માનવામાં આવ્યો છે. જો કે સાવ એવું પણ નથી કે, કેતુ હંમેશા જાતકને નુક્સાન જ પહોંચાડે. કાયમ વક્રી ચાલ ચાલતો કેતુ જાતકને લાભકારી પણ સિદ્ધ થઈ શકે છે. કેતુ વક્રી ચાલ ચાલતો હોવાના કારણે ગોચરની અસર પહેલા આભાસી રૂપમાં દેખાય છે, જે બાદ પૂર્ણ રૂપમાં આવી જાય છે. આગામી 6 જુલાઈ, 2025ના રોજ બપોરે 1:32 કલાકે કેતુ આભાસી રૂમમાં નક્ષત્ર પરિવર્તન કરીને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે.
જ્યારે કેતુનું પૂર્ણ અર્થાત ખરૂં ગોચર 20 જુલાઈ, 2025ના રોજ બપોરે 2:10 કલાકે થશે. જેની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર થાય છે. જો કે વૃષભ, તુલા અને કુંભ રાશિના જાતકો પર કેતુના ગોચરની ચમત્કારિક અસર જોવા મળી શકે છે.
વૃષભ: કેતનું ગોચર આ રાશિના જાતકોને કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે મોટું પદ મળી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળવાના યોગ છે. વર્ષોથી અટકેલા કામ પૂરા થશે, તેમજ ક્યાંક રોકાયેલા નાણાં પરત મળવાના યોગ બની રહ્યાં છે. આ સમય દરમિયાન આવક અને ખર્ચમાં સંતુલન જળવાઈ રહેશે.
તુલા: કેતુનું ગોચરના કારણે આ રાશિના જાતકોની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તાણ ઓછી થશે. ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપારી વર્ગને સારો એવો નફો મળી શકે છે. ધંધામાં કોઈ નવી ડીલ થવાની સંભાવના છે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે
કુંભ: કેતુનું ગોચર આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. તમારા આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવશે. નાણાકીય ભીડ હળવી થતી જણાય. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાય. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. વિલંબમાં પડેલું કાર્ય આગળ વધશે. જૂની મૂંઝવણ કે પરેશાનીનો ઉપાય મળી આવતા રાહત રહેશે. વિચારોને પોઝિટિવ રાખવાથી વિચારોને પોઝિટિવ રાખવાથી મનના મનોરથ સફળ થતાં જણાય.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.