VIDEO VIRAL: ફ્લાઈટ ટેક ઑફ થતાં એક પછી એક કપડા કાઢી મહિલાનો હાઈવૉલ્ટેજ ડ્રામા, અન્ય મુસાફરોના માથા શરમથી ઝૂકી ગયા

નિર્વસ્ત્ર થઈને મહિલા ફ્લાઈટમાં બૂમાબૂમ કરતી આંટા મારવા લાગી, કૉકપિટનો દરવાજો ખખડાવવા લાગી. રોકવા જતાં ક્રૂ મેમ્બર્સને ગાળો ભાંડી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 07 Mar 2025 08:08 PM (IST)Updated: Fri 07 Mar 2025 08:08 PM (IST)
woman-strip-in-south-west-airliene-flight-video-goes-viral-487432
HIGHLIGHTS
  • 25 મિનિટ ઉડ્યા બાદ પાયલોટે ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Viral Video: અમેરિકાની ફ્લાઈટમાં એક મહિલા મુસાફરની વિચિત્ર હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્લાઈટમાં મહિલા પોતાના એક પછી એક કપડા ઉતારીને બૂમાબૂમ કરી મૂકે છે. 25 મિનિટ સુધી મહિલાનો હાઈવૉલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. આખરે પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ કરાવીને પોલીસને સોંપી દીધી હતી.

હકીકતમાં ફૉનિક્સ જતી સાઉથ-વેસ્ટ એરલાઈન્સની ફ્લાઈટ હ્યુસ્ટનના વિલિયમ પી. હૉબી એરપોર્ટ પરથી ટેકઑફ બાદ એરિઝોના તરફ જઈ રહ્યું હતુ. આ ફ્લાઈટમાં મુસાફરી કરતી એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે, બાળકો સહિત અન્ય મુસાફરો સામે જ આ મહિલા પોતાના એક પછી એક કપડા કાઢીને બૂમો પાડતા-પાડતા કૉકપિટનો દરવાજો જોર-જોરથી ખખડાવી રહી છે.

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ જણાવ્યું કે, માથાભારે મહિલાએ ફ્લાઈટ એટેન્ડેન્ટને પણ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, તેણે ફ્લાઈટ એટેન્ડેન્ટ અને એર હોસ્ટેસને પોતાની નજરો સામેથી દૂર જતા રહેવા જણાવ્યું હતુ. આ મહિલા નિર્વસ્ત્ર થઈને ફ્લાઈટમાં આંટાફેરા કરતા બૂમો પાડી રહી હતી. તેની માનસિક સ્થિતિ સારી નહતી લાગતી.

આખરે પાયલોટ દ્વારા ફ્લાઈટને પાછી હ્યુસ્ટનના હૉબી એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતુ. જે બાદ એક કર્મચારી મહિલાને ધાબળાથી ઢાંકીને લઈ ગયો. હાલ મહિલાની અટકાયત કરવામાં આવી છે અને તેને મેડિકલ ટેસ્ટ માટે હ્યુસ્ટનની હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.