Kapil Sharma Show: કપિલ શર્મા અને તેમની ટીમ પોતાના શો દ્વારા લોકોને હસાવવાનું કામ કરે છે. જોકે, હાલમાં જ તેમના શોના સેટ પરથી એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક વચ્ચે જોરદાર દલીલ થતી જોવા મળી રહી છે. ક્રૂના લોકો બંનેને સંભાળતા જોઈ શકાય છે.
કૃષ્ણા અને કીકુ શારદા વચ્ચે દલીલ
વીડિયો જોઈને લાગી રહ્યું છે કે કોઈ એક્ટને કારણે કૃષ્ણા અને કીકુ શારદા વચ્ચે દલીલ થઈ છે. વીડિયોની શરૂઆતમાં કીકુ શારદા એમ કહેતા સંભળાય છે કે હું ટાઈમપાસ કરી રહ્યો છું?. જેના જવાબમાં કૃષ્ણા કહે છેતો ઠીક છે પછી તમે કરી લો. ભાઈ મને કોઈ પ્રોબ્લેમ નથી, તમે કરી લો. હું જાઉં છું.
આના પર કીકુ શારદા કહે છે કે વાત એ નથી, જો મને બોલાવ્યો છે તો હું મારું પૂરું કરી લઉં ને પછી. કૃષ્ણા હાથ જોડીને કહે છે ભાઈ આઈ લવ યુ એન્ડ રિસ્પેક્ટ યુ. હું મારી અવાજ ઊંચી નથી કરવા માંગતો. તેના પર કીકુ શારદા જવાબ આપે છે કે ખોટા માણસને અલગ રીતે ડીલ કરવામાં આવ્યો.
હકીકત કે પ્રૅન્ક?
આ વીડિયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે. જ્યારે કેટલાક લોકોને લાગી રહ્યું છે કે આ એક પ્રૅન્ક છે. જોકે, કપિલ કે તેમની ટીમ તરફથી આ ક્લિપ પર કોઈ ટિપ્પણી આવી નથી. કપિલના શોમાં કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, સુનીલ પ્રભાકર પોતાના એક્ટ કરતા હોય છે. આ વખતે શોમાં અર્ચના પૂરન સિંહ સાથે નવજોત સિંહ સિદ્ધુની પણ વાપસી થઈ છે.