Ahmedabad News: PM મોદીની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખી નો ડ્રોન ફ્લાય ઝોન અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

જી.એસ.મલિક પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર માટે જાહેર કરી માહિતી

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 23 Aug 2025 11:31 PM (IST)Updated: Sat 23 Aug 2025 11:31 PM (IST)
police-commissioners-announcement-regarding-no-drone-fly-zone-keeping-pm-modis-visit-to-ahmedabad-in-mind-590775

Ahmedabad News: ભારતના માનનીય વડાપ્રધાનનાઓ 25 અને 26 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે પધારનાર હોય આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ મહાનુભાવશ્રી નાઓની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.

આથી જી.એસ.મલિક પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે , અમદાવાદ શહેરમભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં જણાવેલ સમયે મહાનુભાવશ્રી અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવેલ છે. આ દરમ્યાનમાં રીમોટ કેન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/ પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે.

અલબત પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા આ જાહેરનામાં માંથી મુક્તિ આપવામાં આવી છે.