Har Ghar Tiranga Photo: હર ઘર તિરંગા 2024 અભિયાન શરૂ, આ રીતે ડાઉનલોડ કરી શકો છો સર્ટિફિકેટ; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Har Ghar Tiranga 2024 Photo, Certificate: ભારતના 78મા સ્વતંત્રતા દિવસ (Independence day 2024) પહેલા હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga 2024)ના ત્રીજા એડિશનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જાણો તમે કેવી રીતે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 11 Aug 2024 09:06 AM (IST)Updated: Sun 11 Aug 2024 09:09 AM (IST)
har-ghar-tiranga-2024-photo-registration-how-to-apply-online-download-certificate-link-at-harghartiranga-com-378052

Har Ghar Tiranga 2024 Photo, Certificate: ભારતના 78મા સ્વતંત્રતા દિવસ (Independence day 2024) પહેલા હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga 2024)ના ત્રીજા એડિશનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જાણો તમે કેવી રીતે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

પીએમ મોદી (PM Modi)એ 9 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, જેમ જેમ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, તેમ આપણે ફરી હ રઘર તિરંગાને એક યાદગાર જન આંદોલન બનાવીએ. હું મારું પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને વિનંતી કરું છું કે તે જ કરીને આપણા ત્રિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ. અને હા, તમારી સેલ્ફી https://harghartiranga.com પર શેર કરો.

આ પણ વાંચો - Independence Day 2024: આ વર્ષે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ કે 78મો? જાણો શું છે સાચો જવાબ

અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 જુલાઈના રોજ તેમના મંથલી રેડિયો બ્રોડકાસ્ટ 'મન કી બાત'માં હર ઘર તિરંગા અભિયાન સાથે ભારતીય ધ્વજને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ માટે પહેલ કરી હતી.

આ રીતે ડાઉનલોડ કરો હર ઘર તિરંગા સર્ટિફિકેટ

  • સૌપ્રથમ harghartiranga.com વેબસાઈટ પર જાઓ.
  • હવે હોમપેજ પર click to participate ટેબ પર ક્લિક કરો.
  • ટેબમાં તમારું નામ, ફોન નંબર, રાજ્ય અને દેશ દાખલ કરો.
  • વિગતો નાખ્યા પછી, કાળજીપૂર્વક પ્રતિજ્ઞા વાંચો - "હું શપથ લઉં છું કે હું ત્રિરંગો ફરકાવીશ, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બહાદુર પુત્રોની ભાવનાનું સન્માન કરીશ અને ભારતના વિકાસ અને પ્રગતિ માટે મારી જાતને સમર્પિત કરીશ."
  • હવે ટેક પ્લેજ પર ક્લિક કરો.
  • તમે એક નવા પેજ પર રીડાયરેક્ટ થશો.
  • હવે તમે તિરંગા સાથે તમારી સેલ્ફી અપલોડ કરો.
  • જ્યારે પોર્ટલ તમને સાઇટ પર તસવીરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગે ત્યારે સબમિટ કરો પર ક્લિક કરો.
  • હવે જનરેટ સર્ટિફિકેટ પર ક્લિક કરો.

Credit- Freepik/ Shutterstock