Independence Day 2024: આ વર્ષે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ કે 78મો? જાણો શું છે સાચો જવાબ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 10 Aug 2024 11:26 AM (IST)Updated: Sat, 10 Aug 2024 11:26 AM (IST)
independence-day-2024-india-will-celebrate-77th-or-78th-independence-day-details-inside

India Independence Day 2024, 15 August, 2024: ભારત દેશમાં પર અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. ભારતના દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજો સામે લડત આપીને દેશને આઝાદી અપાવી હતી. ભારત અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હતું. દર વર્ષે આ દિવસે ભારત દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત આ વખતે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જો કે, ઘણા લોકો મૂંઝવણમાં છે કે, ભારત આ વર્ષે 77મો કે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ત્યારે આવો તમને સાચો જવાબ જણાવીએ.

77મો કે 78મો સ્વતંત્રતા દિવસ
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી. આઝાદીના દિવસથી ગણતરી કરીએ તો આ વર્ષે ભારત દેશ આઝાદીના 78મા વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જો કે, વર્ષ 1948થી ગણતરી કરીએ, તો આ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ હશે. વર્ષ 2023માં આઝાદીનું 76મું વર્ષ પૂર્ણ થયું. એટલે કે ગયા વર્ષે ભારતની આઝાદીની 77મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રમાણે આ વર્ષે ભારત આઝાદીની 78મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે.

દર વર્ષે લાલ કિલ્લા પર ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ
ભારત આઝાદ થયા બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે અહીંથી તેમનું ફેમસ 'Tryst with Destiny' ભાષણ પણ આપ્યું હતું.