ઠંડી અને કોરોનાના કારણે આ સમયે ન્યુમોનિયાના કેસમાં વધારો થયો છે. આ એક પ્રકારનું લંગ ઈન્ફેક્શન છે, જેની ઝપેટમાં દરેક ઉંમરના લોકો આવી શકે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધોને ન્યુમોનિયા થઈ શકે છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ઠંડીના કારણે શરદી, ઉધરસ, તાવ, નેજલ ઈન્ફેક્શન, એક્યૂટ રેસ્પિરેટ્રી ઈન્ફેક્શન અને અપર રેસ્પિરેટ્રી ઈન્ફેક્શન વધવાથી ન્યુમોનિયાની સમસ્યા શરૂ થઈ શકે છે. એટલા માટે નવજાત અને શિશુને ઠંડીથી બચાવવા ખૂબ જ જરૂરી છે. ન્યુમોનિયાથી બચાવવા માટે માતા-પિતા કેટલીક સાવચેતી રાખી શકે છે. પરંતુ તે પહેલા તમને જણાવીએ કે બાળકોને ન્યુમોનિયા થવાનું કારણ શું છે.
નવજાત-શિશુમાં ન્યુમોનિયાના કારણો
- જે બાળકોને જન્મ સમયે જરૂરી રસીઓ આપવામાં આવતી નથી, તેમને ન્યુમોનિયા થવાની સંભાવના વધારે રહે છે.
- બાળકોને ન્યુમોનિયા બેક્ટેરિયા અથવા વાયરલના સંક્રમણને કારણે થાય છે.
- જે બાળકોને જન્મથી જ હૃદયને લગતી સમસ્યા છે, તેમને ન્યુમોનિયાનું જોખમ રહેલું છે.
- જે બાળકોની શ્વસની નળીમાં સમસ્યા હોય તેમને પણ ન્યુમોનિયા થઈ શકે છે.
- જે બાળકોનું જન્મ સમયે વજન સામાન્ય કરતા ઓછું હોય છે, તેઓ આ બીમારીનો શિકાર બની શકે છે.
લક્ષણ
ન્યુમોનિયા બે પ્રકારના હોય છે, પ્રથમ બ્રોંકાઈલ ન્યુમોનિયા અને બીજો લોબર ન્યુમોનિયા. બ્રોંકાઈલ ન્યુમોનિયા જેમાં ન્યુમોનિયા બાળકોના બંને ફેફસાંને અસર કરે છે. લોબાર ન્યુમોનિયા જેમાં ફેફસાના એક અથવા વધુ ભાગોને અસર થાય છે. બાળકોમાં ન્યુમોનિયાના જોવા મળે છે આ લક્ષણો.
- ખૂબ જ તાવ
- પરસેવો વળવો
- વધારે ઠંડી લાગવી
- ગભરામણ થવી
- શ્વાસ લેવામાં તકલીફ
- થાક, માથાનો દુખાવો અથવા સૂકી ઉધરસ
- ભૂખ ન લાગવી
માતા-પિતાએ શું ધ્યાન રાખવું?
- જો બાળકોને ન્યુમોનિયા હોય, તો પ્રથમ ડૉક્ટરનો સંપર્ક કરો.
- બાળકની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તેને વારંવાર હાથ ધોવાનું કહો, દિવસમાં 2-3 વખત તેના કપડા બદલો,
- દરરોજ કસરત કરવાની ટેવ પાડો.
- બાળકોને હાનિકારક રસાયણોના સંપર્કમાં આવવાથી બચાવો
- ઘરે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.
- બાળકોને પૂરતી ઊંઘ લેવા કહો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.