Veraval News

Created By: Vivekanand Prasad
ગીર સોમનાથ જિલ્લાનો વેરાવળ તાલુકામાં કુલ 53 ગામો છે. બાર જયોર્તિલીંગ પૈકીનું પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મંદિર આ તાલુકામાં આવેલું છે. આ તાલુકામાં હિરણ, કપીલા, સરસ્વતી અને દેવીકા જેવી નદીઓ વહે છે. ખેતી અહીંનો મુખ્ય વ્યવસાય છે, જેમાં ઘઉં, કપાસ, મગફળી, ડુંગળી, તલ અને બાજરી જેવા પાકો લેવાય છે, જ્યારે સમુદ્રકિનારે આવેલા હોવાથી મત્સ્યઉદ્યોગ પણ આર્થિક રીતે મહત્વપૂર્ણ છે.

















