Gir Somnath: દેશી દારૂની ભઠ્ઠી પર કોડીનાર પોલીસની રેડ: રુ. 56,840નો મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ

ગીર સોમનાથના કોડીનાર પોલીસે પણાંદર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ₹56,840નો મુદ્દામાલ જપ્ત કર્યો. 1840 લીટર આથા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 11 Apr 2026 04:09 PM (IST)Updated: Sat, 11 Apr 2026 04:09 PM (IST)
gir-somnath-kodinar-police-raid-country-liquor-den-panandar-village

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પોલીસે દેશી દારુ સામે મોટી કાર્યવાહી કરી છે. પણાંદર ગામમાં ચોવીસ નાળા વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. જેમાં કુલ રુપિયા 56,840નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. કોડીનાર પોલીસે દારુ બનાવવાના વપરાત આથો 1840 લીટર બાકીના મુદ્દામાલ સાથે 1 શખ્સની અટકાયત કરી છે.

પોલીસની કડક કાર્યવાહી

જિલ્લામાં પ્રોહીબિશન અને જુગાર જેવા દુષણોને ડામવા માટે પોલીસે પોતાની કાર્યવાહી તેજ કરી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન નીચે કાર્યવાહી ચાલી રહી છે.

દારુની ભઠ્ઠી પર દરોડો

ઉના વિભાગના ના. પોલીસ અધિક્ષક એમ.એફ ચૌધરીના માર્ગદર્શન નીચે કોડીનાર પો.ઈ એન.વી હરિયાણી અને પોલીસ ટીમ પેટ્રોલિગ પર હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ પોલીસે બાવળની આડમાં છુપાવેલી દારુની ભઠ્ઠી ઝડપી લીધી હતી.

દારુના મુદ્દામાલ સાથે 1ની અટકાયત

પોલીસે 92 કેન ભરેલો 1840 લીટર દેશી દારુનો આથો, એલ્યુમિનિયમનુ વાસણ, લોખંડનું બેરલ 8 ગેસ સિલિન્ડર મળીને કુલ રુપિયા 56,840નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ પણાંદર ગામે રહેતા કૌશિક વાળા નામના ઈસમને ઝડપી લીધો હતો.