ભારતીય પાયલટ 'સ્મિત મચ્છર' માટે સોમનાથમાં વિશેષ અનુષ્ઠાન: 180 મુસાફરોના જીવ બચાવનાર વીર માટે મહાપૂજા

ભારતીય પાયલટ સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે સોમનાથ મંદિરમાં વિશેષ આયુષ્ય મંત્રજાપ અનુષ્ઠાન અને મહાપૂજા કરવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 03:30 PM (IST)Updated: Thu, 01 Oct 2026 03:30 PM (IST)
indian-pilot-smit-machhar-somnath-special-puja-180-passengers-safety

Smit Machhar Special Somnath Puja: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે .તેલ અવીવની ફ્લાઇટ દરમિયાન સ્મિત મચ્છરે કપરા સંજોગોમાં હિંમત, સૂઝબૂઝ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનો પરિચય આપ્યો હતો.

સ્મિત મચ્છરના સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા

180 જેટલા મુસાફરોની સુરક્ષા માટે તેમણે કરેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે સોમનાથ મહાદેવના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે. સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સંપૂર્ણ કલ્યાણ માટે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં પવિત્ર ‘આયુષ્ય મંત્રજાપ અનુષ્ઠાન’ શરૂ કરવામાં આવ્યું છે.

શિવ ભક્તોએ કરી મહાદેવને પ્રાર્થના

આ ઉપરાંત તેમના સારા આરોગ્ય અને રક્ષા માટે ભગવાન સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા પણ વિધિવત્ સંપન્ન કરવામાં આવી છે. સંકટના સમયે અનેક મુસાફરોની સુરક્ષા માટે ફરજ બજાવનાર સ્મિત મચ્છર માટે સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્તો દ્વારા ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે, મહાદેવની કૃપાથી તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થાય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે.