સુરતમાં કાળમુખા ડમ્પરે મોપેડને ઉલાળ્યું, નીચે પટકાયેલી યુવતી ટાયર હેઠળ ચગદાઈ જતાં રોડ ઘટના સ્થળે જ દર્દનાક મોત

મોપેડ પરથી નીચે પટકાયેલી યુવતીનું શરીર ડમ્પરના તોતિંગ ટાયર વચ્ચે ખેંચાઈ ગયું હતુ. અકસ્માત એટલો ભયાનક હતો કે, રોડ પર લોહીના લિસોટા અને માંસના લોચા વેરવિખેર થઈ ગયા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 06:03 PM (IST)Updated: Fri, 11 Sep 2026 06:03 PM (IST)
surat-road-accident-young-woman-crushed-to-death-under-dumper-truck

Surat Road Accident: ઓલપાડ તાલુકાના સાયણ-દેલાડ રોડ પર ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવતીને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવતીનું શરીર ટાયરમાં ખેચાઈ ગયું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દેલાડ ગામની સાઈબાબા નગર સોસાયટીમાં રહેતી મિતાલી પરમાર (28) મોપેડ પર સાયણથી દેલાડ પાટીયા તરફ જઈ રહી હતી. આ દરમિયાન પરીઆ ગામની સીમમાં કાકા કોમ્પલેક્સ સામે પાછળથી માંતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પરે મિતાલીના મોપેડને ઉલાળ્યું હતુ.

ડમ્પરની ટક્કરથી મોપેડ સવાર યુવતી હવામાં ફંગોળાઈને નીચે પટકાઈ હતી. આ સાથે જ ડમ્પરનું તોતિંગ ટાયર તેના શરીર ઉપરથી ફરી વળ્યું હતુ. જેના પગલે રોડ પર લોહીના લિસોટા તેમજ માંસના લોચેલોચા વેરવિખેર થઈ ગયા હતા.

આ અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. હાલ તો ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.