Gir Somnath: ઉનાના નાથળ ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર: SOGએ 5 કિલો ગાંજા સાથે આરોપીની અટકાયત કરી

ગીર સોમનાથમાં ઉના પંથકમા નાથળ ગામની સીમમાંથી SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 31 Mar 2026 04:54 PM (IST)Updated: Tue, 31 Mar 2026 04:55 PM (IST)
veraval-news-una-nathal-ganja-cultivation-sog-5kg-seized-accused-arrest
HIGHLIGHTS
  • SOG ટીમે નાથળ ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપી લીધું
  • ખેતરમાં મકાઈ અને બાજરીના વાવેતરની આડમાં ગાંજો વાવ્યો
  • પોલીસે આરોપી પાસેથી 5 કિલોથી વધુ ગાંજો ઝડપી લીધો

ગીર સોમનાથમાં ઉના પંથકમા નાથળ ગામની સીમમાંથી SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. મકાઈ અને બાજરીના પાકના વાવેતરની આડમાંથી કુલ 5 કિલોથી વધુ ગાંજાના છોડ મળતા પોલીસે 1 આરોપીની ધરપકડ કરી છે.

ખેતરમાં ગાંજાનું વાવેતર

SOG ઇન્ચાર્જ PI. ડી.એમ. કાગડાને બાતમી મળી હતી. જે આધારે SOG સ્ટાફના પ્રતાપસિંહ અને રાજુભાઈ સહિતની ટીમે નાથળ ગામમાં કોસરી સીમમાં આવેલા વિનુ ભીખાભાઈ બાંભણીયાના ખેતરમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને તપાસમાં ખેતરમાંથી 40 જેટલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.

SOGએ મુદ્દામાલ જપ્ત કર્યો

SOG દ્વારા ગાંજાના છોડને કબજે કરી લેવાયા બાદ તેમનું વજન કરવામાં આવ્યું હતું. જે વજન 5 કિલોથી વધુ હોવાનું બહાર આવ્યું હતું. જેની બજારકિંમત અંદાજે રૂ. 2,79,500 આંકવામાં આવી છે. તેમજ પોલીસે આરોપી પાસેથી રુ 500ની કિમતનો ફોન પણ જપ્ત કર્યો છે. ત્યારે કુલ 2.80.000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો

આરોપી સામે ફરિયાદ નોંધાઈ

SOG ટીમે આરોપી વિનુ બાંભણીયાની તપાસ કરી હતી. જેમાં તે ગાંજો સૂકવીને વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી સામે પોલીસે એનડીપીસી એક્ટની કલમ 8(C) અને 20(ii)(B) હેઠળ ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી કરી છે.