Vadnagar (વડનગર)

Created By: Jignesh Trivedi
વડનગરને ગુજરાતનું સૌથી જૂનું અને હયાત નગર ગણવામાં આવે છે. આ નગરમાં પ્રાચીન ઋષિ યાજ્ઞવલ્ક્યની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં વડનગરને અનંતપુર, આનંદપુર, જાનર્તપુર, સંગીત નગરી, ચમત્કારપુર તરીકે ઓળખાતું હતું. મનુના પુત્ર શર્યાતિએ ઉત્તર ગુજરાતમાં રાજ્ય ગુજરાત સ્થાપ્યું હતું, જેમાં વડનગરનો સમાવેશ થતો હતો. વડનગર હાટકી નદીના કાંઠે સ્થિત છે જ્યાં હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, જે નગર બ્રાહ્મણોના કુળદેવતા છે.

















