Mehsana: વડનગરમાં આયોજિત 'સુરસંગમ'માં રાજલ બારોટે પિતાને યાદ કર્યા, 'મણિયારા તારા કારણે જ..' ગાતા લોકો હિલોળે ચડ્યા

વડનગરમાં શ્રાવણોસ્તવે લોક હૃદય હીલોળે ચડ્યું, ગીતા રબારીના સુરોના તાલે લોકો ભક્તિમય બન્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 23 Dec 2024 04:50 PM (IST)Updated: Mon, 23 Dec 2024 04:50 PM (IST)
mehsana-news-rajal-barot-remember-her-father-in-sur-sangam-musical-event-at-vadnagar
HIGHLIGHTS
  • વડનગરમાં મારા પપ્પાના ઘણાં ચાહકો: રાજલ બારોટ

Mehsana: ગુજરાતી ગાયિકા રાજલ બારોટ પોતાના રૉકિંગ પર્ફોમન્સ માટે જાણીતી છે, ત્યારે આજે મહેસાણા જિલ્લાના વડનગરમાં આયોજિત 'સુરસંગમ' ક્લાસિકલ મ્યૂઝિક ફેસ્ટિવલમાં રાજલ બારોટે રમઝટ બોલાવી હતી.

વડનગરના શર્મિષ્ઠા લેક નજીક એમ્ફી થિયેટરમાં રવિવારની સાંજે 'સુર સંગમ' દ્વારા સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્વર્ગસ્થ ગુજરાતી લોકકલાકાર મણીરાજ બારોટની પુત્રી રાજલ બારોટે શાનદાર પર્ફોમન્સ આપ્યું હતુ.

આ કાર્યક્રમ દરમિયાન રાજલ બારોટે પોતાના સ્વર્ગ્સ્થ પિતા મણીરાજ બારોટને પણ યાદ કર્યાં હતા. પિતા મણીરાજ બારોટને યાદ કરતાં રાજલ બારોટે જણાવ્યું કે, વડનગરમાં મારા પપ્પાના ઘણાં ચાહકો છે. જે બાદ પિતાને યાદ કરીને રાજલ બારોટે તેમનું લોકપ્રિય ગીત 'મણીયારો' ગાયું હતુ. આ સાથે જ કાતિલ ઠંડીમાં સંગીતનો કાર્યક્રમ માણવા આવેલા લોકો હિલોળે ચડયા હતા.