Hatkeshwar Temple Vadnagar: મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરમાં આવેલા પ્રસિદ્ધ હાટેક્શ્વર મંદિરના સુવર્ણ શિખર, નવી યજ્ઞશાળાનું તથા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનવારણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐત્યક્ષાની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે. પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાને આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે.
વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. વડાપ્રધાનની જન્મભૂમિ અને વતનભૂમિનું આ નગર 2500 વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે. જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિજ્ઞાન હુવેન સંગે સાતમી સદીમાં વઢનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું.
પ્રાચીન બૌદ્ધ વિહારો, ભવ્ય કીર્તિ તોરણ, ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ, દિવ્ય મંદિરો, ભવ્ય હવેલીઓ, તાનારેરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે. આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતનવંતુ ધામ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે. આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે સવા ચાર કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે.
આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે. એટલું જ નહીં આ અનંત અનાદિ વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અધ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આ અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે 12 કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે.
હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી અમિત શાહ વડનગરના અધતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે. આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાણતન ભવ્યતાને વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેટર તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં ઉત્ખલનની કામગીરી કરાવી છે.
ઉત્ખલનના અવશેષો અને પુરાતન કલાવારસાના નમૂનાઓ વઢનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે. તેમની પ્રેરણાથી આ નગરમાં તાનારીરી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે. આ નગરના પુરાણ તત્વ સ્થળો અને વડાપ્રધાનના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં છ લાખથી વધુ લોકો અહીં મુલાકાત કરી કે છે. વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
