Sanand (સાણંદ)

Created By: Gujarati Jagran
સાણંદ, અમદાવાદ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું મહત્વપૂર્ણ તાલુકો છે. સાણંદ તાલુકામાં કુલ 67 ગામો છે અને વસ્તી આશરે 2,37,845 છે. શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વસ્તીવધારા અને ઔદ્યોગિક રોકાણના કારણે રિયલ એસ્ટેટ તેમજ ઉદ્યોગ ક્ષેત્રે ઝડપી વિકાસ નોંધાયો છે. અહીં ગુજરાતનો પ્રથમ મહિલા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપિત થયો છે, જ્યારે ટાટા નેનો કારનો પ્લાન્ટ શરૂ થયા બાદ સાણંદની ઔદ્યોગિક ઓળખ વધુ મજબૂત બની છે. સાણંદને ગુજરાતના 'ઓટો હબ' તરીકે ઓળખવામાં આવે છે.

















