Battery Production In Sanand:ટાટા ગ્રૂપની ગ્લોબલ બેટરી બિઝનેસ કંપની અગ્રતાસએ ગુજરાતના સાણંદ ખાતે તેની સુવિધા પર ઝડપી ગતિએ પ્રગતિ કરી રહી છે. મુખ્ય સ્ટીલ ફ્રેમનું કામ હવે પૂર્ણ થયું છે, જે ઓપરેશનલ તૈયારી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. અહીં ઉત્પાદન 2027માં શરૂ થવાની અપેક્ષા છે.
પૂરી થયેલી સ્ટીલ ફ્રેમ 700 મીટર લંબાઈ, 150 મીટર પહોળાઈ અને સર્વોચ્ચ બિંદુએ 34 મીટર ઊંચાઈ ધરાવે છે. કુલ 105,000 ચોરસ મીટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. મુખ્ય માળખામાં 24,000 ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે સંબંધિત ઈમારતોનું બાંધકામ સમકક્ષ રીતે આગળ વધી રહ્યું છે. બાંધકામના શિખર સમયે, સાઇટ પર એકસાથે 2,500 કરતાં વધુ કુશળ કર્મચારીઓ કાર્યરત હતા.
આ પ્રોજેક્ટનું અમલીકરણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (TCE) અને વિવિધ સ્ટીલ કોન્ટ્રાક્ટર્સ સાથે ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેલું તમામ સ્ટીલ અને મોટાભાગની અન્ય સામગ્રી ભારતમાંથી જ મેળવવામાં આવી છે, જે દેશની સપ્લાય ચેઇન અને ઔદ્યોગિક ક્ષમતાને મજબૂત બનાવે છે અને આયાત પરની નિર્ભરતા ઘટાડે છે.
વાઈસ પ્રેસિડેન્ટ – કેપિટલ ડિલિવરી, અગ્રતાસના કેપિટલ ડિલિવરી બાબતના વાઈસ પ્રેસિડેન્ટ સુધીર ઘાલસાસી જણાવ્યું હતું કે આ માઈલસ્ટોન સાણંદ ખાતેના પ્રોજેક્ટના વ્યાપ, જટિલતા અને ગતિને દર્શાવે છે. સતત બદલાતી પરિસ્થિતિમાં, વિગતવાર ડિઝાઇનને વાસ્તવિક સ્વરૂપ આપવું અનેક પડકારો સાથે આવે છે. એક વિઝન તરીકે શરૂ થયેલું આ પ્રોજેક્ટ હવે મજબૂત સહયોગ, શિસ્તબદ્ધ અમલીકરણ અને ટીમોના સંયુક્ત પ્રતિબદ્ધતાથી આકાર લઈ રહ્યું છે. અમારા ભાગીદારો સાથે મળીને, અમે યોજનાઓને વાસ્તવિક પ્રગતિમાં પરિવર્તિત કરી છે અને ભવિષ્ય માટે તૈયાર એવી સુવિધા ઊભી કરી રહ્યા છીએ.
–અગ્રતાસના મેન્યુફેકચરિંગ ઓપરેશન્સ બાબતોના વાઈસ પ્રેસિડેન્ટ દીપક ખરે જણાવ્યું હતું કે સાણંદ ખાતે સ્ટીલ ફ્રેમનું પૂર્ણ થવું ઓપરેશનલ તૈયારી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આગળ વધતા, હવે અમારો ધ્યાન સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ અને ક્ષમતાઓના વિકાસ પર છે — જેથી ભારતમાંથી વિશ્વ માટે વિશ્વસ્તરીય અને વિશ્વસનીય બેટરીઓનું ઉત્પાદન કરી શકાય.
