Ahmedabad News: અમદાવાદમાં આવેલા સાણંદમાં નાગરિકોની સુવિધામાં વધારો થાય માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાણંદ નગરપાલિકાના નવા સેવા સેવાસદનનું વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 40 સાણંદ બાવળા ધારાસભ્ય કનુભાઈના હસ્તે નગરપાલિકાના નવા પ્રોજેક્ટનો શુભારંભ કરાયું છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 10.26 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે.
રુ.10 કરોડના ખર્ચે નવું સેવાસદન બનશે
સાણંદ નગરપાલિકાની નવીન બિલ્ડીંગ આધુનિક સુવિધાથી સુસજ્જ હશે. ઉપરાંત પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખીને બિલ્ડીંગમાં સોલાર પેનલ, લિફ્ટ અને વોટર રિચાર્જ બોરની વ્યવસ્થા કરવામાં આવશે, બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર સહિત ઉપરનાં 2 માળનું બાંધકામ કરવામાં આવશે. આશરે 10 કરોડના ખર્ચે બનનારા આ ભવનના થ્રીડી ફોટોઝ સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવ્યા છે. જે સાણંદની બદલાતી તસ્વીર રજૂ કરે છે. દિવ્યાંગોને આવવા જવામાં સરળતા રહે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.
સાણંદવાસીઓને અપાશે ખાસ ભેટ
આ ઈમારત આગામી 15 મહિનાની અંદર બનાવવાની યોજના છે. સાણંદમાં નવા નગર સેવા સદનની સાથે સાથે ડેવલેપમેન્ટનું પણ આયોજન છે. સાણંદમાં આશરે રુ.12 કરોડના ખર્ચે દેલ્લા તળાવનું બ્યુટીફિકેશન અને ગાર્ડન એરિયાનો વિકાસ કરવાની યોજના છે. જેમાં સાણંદવાસીઓ માટે યોગ એરિયા, જીમ, આધુનિક ઓપન જીમ, ઓક્સિજન પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી શ્રેષ્ઠ સુવિધાઓને વિકસાવવાનું આયોજન કરાયું છે. જેનાથી શહેરજનોની સુવિધામાં ખૂબ જ વધારો થશે.
