રતન તાતા (Ratan Tata)

Created By: Nilesh Zinzuwadia
રતન તાતા ભારતના મહાન ઉદ્યોગપતિ પૈકીના એક છે અને તેઓ તાતા ગ્રુપ તથા તાતા સન્સના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. તેમનો 28મી ડિસેમ્બર 1937ના રોજ જન્મ થયો હતો. તેમણે કોર્નેલ યુનિવર્સિટીની કોલેજ ઓફ આર્કિટેક્ચરથી આર્કિટેક્ચરમાં સ્નાતક ડિગ્રી મેળવી હતી. તેમને વર્ષ 2000માં ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પહ્મ ભૂષણ પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત વર્ષ 2008માં તેમણે ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પહ્મ વિભૂષણ પ્રાપ્ત થયું હતું. ઉંમર સંબંધિત બીમારીને લીધે વર્ષ 2024માં તેમનું અવસાન થયું હતું.

















