Mohani Mohan Dutta: દેશના જાણીતા બિઝનેસમેન રતન ટાટાએ ઓક્ટોબર 2024 માં દુનિયાને વિદાય આપી હતી. હવે રતન ટાટાએ પોતાની વસિયતમાં કોને શું હિસ્સો આપ્યો તે સામે આવ્યું છે. રતન ટાટાએ તેમનો સંપત્તિનો મોટો હિસ્સો સામાજિક કામોમાં સામેલ રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટને દાનમાં આપી દીધો છે. આ સાથે જ તેમણે સાવકી બહેન શિરીન અને ડીનાનો પણ સંપત્તિમાં ઉલ્લેખ કર્યો છે. રતન ટાટાએ વસીયતમાં પૂર્વ કર્મચારી મોહિની દત્તાના નામ પર 500 કરોડની સંપત્તિ કરી છે. જાણો કોણ છે મોહિની દત્તા
કોણ છે મોહિની દત્તા
જમશેદપુરમાં રહેતી મોહિની દત્તા ટ્રાવેલ સેક્ટરમાં કામ કરે છે. દત્તાનો પરિવાર સ્ટેલિયન નામથી ટ્રાવેલ એજન્સી ચલાવે છે. જેને 2013 માં તાજ સર્વિસિઝ સાથે મર્જર થયું હતું. જે તાજ ગ્રુપ ઓફ હોટલ્સનો હિસ્સો છે. સ્ટેલિયનમાં દત્તા પરિવારની હિસ્સેદારી 80 ટકા જ્યારે ટાટા ઈન્ડસ્ટ્રીની 20 ટકા હતી. મોહિની દત્તા ટીસી સર્વિસિઝના ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે, જે થોમસ કુક સાથે જોડાયેલી કંપની હતી. દત્તાની બે દીકરીઓમાંથી એક દીકરીએ નવ વર્ષ સુધી ટાટા ટ્રસ્ટનમાં કામ પણ કર્યું છે. આ પહેલા તે તાજ હોટેલ્સમાં કામ કરતી હતી.
ટાટા પરિવારની નજીક છે મોહિની દત્તા
ટાટા ગ્રુપના અહેવાલો અનુસાર મોહિની દત્તા પોતાને ટાટા પરિવારની નજીક બતાવે છે. ઓક્ટોબર 2024 માં રતન ટાટાના અંતિમ સંસ્કારમાં પણ તેણે હાજરી આપી હતી. તેણે આ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ રતન ટાટાને પહેલીવાર જમશેદપુરમાં ડીલર્સ હોસ્ટેલમાં મળ્યા હતા. ત્યારે રતન ટાટા લગભગ 24 વર્ષના હતા. મોહિનીએ એ પણ કહ્યું કે 60 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. તેમણે મને જીવનમાં આગળ વધવા માટે મદદ કરી.
