Ratan Tata Legacy: રતન ટાટાની અડધી સંપત્તિ દાનમાં જશે, જાણો વસિયતમાં નોકરોથી લઈને બહેનો સુધી કોને કેટલો હિસ્સો આપ્યો ?

શું તમે જાણો છો કે રતન ટાટાએ પોતાની વસિયતમાં કોને શું હિસ્સો આપ્યો છે ? ચાલો જાણીએ કે તેમણે પોતાના પાલતુ પ્રાણીથી લઈને પોતાના નોકરોને સુધી દરેકને શું આપ્યું છે…

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 01 Apr 2025 09:46 AM (IST)Updated: Tue, 01 Apr 2025 09:46 AM (IST)
ratan-tatas-legacy-charity-receives-majority-family-friends-house-help-and-pets-honored-in-will

Ratan Tata Legacy: દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટાનું ગયા વર્ષે 9 ઓક્ટોબર 2024 ના રોજ અવસાન થયું હતું. તેમણે પોતાના વ્યવસાય દ્વારા દેશના વિકાસમાં જે યોગદાન આપ્યું છે. તેને ભૂલી શકાય એમ નથી. પણ શું તમે જાણો છો કે રતન ટાટાએ પોતાની વસિયતમાં કોને શું હિસ્સો આપ્યો છે ? ચાલો જાણીએ કે તેમણે પોતાના પાલતુ પ્રાણીથી લઈને પોતાના નોકરોને સુધી દરેકને શું આપ્યું છે…

દાનમાં આપવામાં આવશે આટલી સંપત્તિ

રતન ટાટાએ તેમના કુલ સંપત્તિનો મોટો હિસ્સો એટલે કે 3800 કરોડ દાન માટે છોડ્યો હતો. તેમની મોટાભાગની સંપત્તિ રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટને પરોપકારી કાર્યો માટે દાનમાં આપવામાં આવી છે.

સાવકી બહેનો અને પૂર્વ કર્મચારીને શું આપ્યું

રતન ટાટાએ તેમની મિલકતનો એક તૃતીયાંશ ભાગ તેમની સાવકી બહેનો Shireen Jejeebhoy અને Deanna Jejeebhoy ને આપ્યો છે. આમાં બેંક એફડીમાં લગભગ 800 કરોડ રૂપિયાની સંપત્તિ, નાણાકીય સાધનો અને ઘડિયાળો અને પેઇન્ટિંગ્સ જેવી કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. બીજો એક તૃતીયાંશ હિસ્સો ટાટા ગ્રુપના પૂર્વ કર્મચારી મોહિની એમ દત્તાને જશે, જે રતન ટાટાના ખૂબ નજીક હતા.

ટાટાના ભાઈ જીમી ટાટાને શું મળશે ?

ટાટાના ભાઈ જીમી નવલ ટાટાને જુહુ બંગલાનો અડધો હિસ્સો મળશે, જે તેમને તેમના પિતા નવલ એચ ટાટા પાસેથી વારસામાં મળ્યો હતો. બાકીનો હિસ્સો સિમોન ટાટા અને નોએલ ટાટા વચ્ચે વહેંચવામાં આવશે. જ્યારે નજીકના મિત્ર મેહલી મિસરીને અલીબાગમાં એક બંગલો અને .25 બોરની પિસ્તોલ સહિત 3 બંદૂકો આપવામાં આવશે.

પાલતુ પ્રાણીઓને પણ હિસ્સો

રતન ટાટાએ તેમના પ્રિય પાલતુ પ્રાણીઓ માટે 12 લાખ રૂપિયાનું ભંડોળ બનાવ્યું છે. જેમાંથી 30 હજાર રૂપિયા દર ક્વાર્ટરમાં તેમના પર ખર્ચ કરવામાં આવશે. તેમણે તેમના સહાયક શાંતનુ નાયડુની વિદ્યાર્થી લોન માફ કરી અને તેમના પાડોશી Jake Malite ને MBA કરવા માટે 23 લાખ રૂપિયા આપ્યા. આ ઉપરાંત ઘરેલુ હેલ્પર અને ડ્રાઇવર રાજન શો અને તેના પરિવારને 50 લાખ રૂપિયા અને એક હેલ્પરને 30 લાખ રૂપિયા આપશે.