Ratan Tata Net Worth: રતન ટાટાનું તાજેતરમાં મુંબઈમાં 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અંદાજિત 7,900 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. તેમને તેમની સાવકી બહેન શિરીન અને ડાયના જીજીભોયને પણ આ માટે નોમિનેટ કર્યા છે. રતન ટાટાના અવસાન પછી તેના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ 66 ટકા ભાગીદારી ધરાવે છે.
રતન ટાટાની નેટવર્થ
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024 પ્રમાણે રતન ટાટા ટાટા સન્સમાં 0.83 ટકા ભાગીદારી ધરાવે છે અને તેમની કુલ સંપત્તિ 7,900 કરોડ રૂપિયા હતી. રતન ટાટાની ઈચ્છા હતી કે તેમની સંપત્તિમાંથી મોટા ભાગનો હિસ્સો ચેરિટી અને સામાજિક કલ્યાણ માટે વાપરવામાં આવે. તેમની કુલ સંપત્તિનો અંદાજે ત્રણ ચતુર્થાંશ હિસ્સો ટાટા સન્સમાં તેમના હિસ્સા સાથે જોડાયેલ છે. આ ઉપરાંત રતન ટાટાએ Ola, Traxon, Paytm, Bluestone, CarDekho, FirstCry, CashKaro, Urban Company અને Upstox સહિત લગભગ બે ડઝન કંપનીઓમાં રોકાણ કર્યું હતું. જો કે આમાંથી કેટલીક કંપનીઓએ તેમનો હિસ્સો વેચી દીધો હતો.
રતન ટાટાના વિલની વિગતો
રતન ટાટાનું ઘર મુંબઈના કોલાબામાં હતું. તેમણે અલીબાગમાં અરબી સમુદ્ર કિનારે હોલિડે હોમ પણ કર્યું હતું. રતન ટાટાના વિલની વિગતો સંપૂર્ણપણે પ્રાઇવેટ છે. મેહિલ મિસ્ત્રી રતન ટાટાના વિશ્વાસુ હતા અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી હતા. આ બંને ટ્રસ્ટો મળીને ટાટા સન્સમાં લગભગ 52 ટકા ભાગીદારી ધરાવે છે. ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં ટાટા સન્સના હિસ્સાનું બજાર મૂલ્ય લગભગ રૂપિયા 16.71 લાખ કરોડ છે.
મિસ્ત્રી તેમજ ખંબાટાનો સંપર્ક થઈ શક્યો ન હતો અને ન તો જીજીભોયનો સંપર્ક થઈ શક્યો. જીજીભોય બહેનો રતન ટાટાની માતા સુનુની દિકરીઓ છે. રતન ટાટાની બહેનોએ હંમેશા પરોપકારી કાર્યોમાં સક્રિય ભાગ ભજવ્યો છે. ડાયના 1990 અને 2000 ના દાયકાની શરૂઆતમાં રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી હતી. ટાટામાં કામ કરનારા એક સૂત્રએ જણાવ્યું કે સ્વર્ગસ્થ રતન ટાટા તેમની નાની બહેનોની ખૂબ નજીક હતા.
મેહિલ મિસ્ત્રી વિશે જાણો
એક સૂત્રએ જણાવ્યું હતું કે રતન ટાટાનું વિલ તૈયાર કરવામાં એડવોકેટ ખંબાટાએ અહમ ભૂમિકા નિભાવી હતી. લગભગ સાત વર્ષના સમય પછી તેઓ ગયા વર્ષે ટાટાના બે પ્રાથમિક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પાછા ફર્યા હતા. તેમણે પ્રોફેશનલ કમિટમેન્ટ્સને ટાંકીને 2016માં ટ્રસ્ટ છોડી દીધું હતું. નિયમો અનુસાર મૃતકની ઇચ્છાને અમલમાં મૂકવા માટે એક્ઝિક્યુટર હોવું જરૂરી છે.
રતન ટાટાએ નાણાકીય વર્ષ 2023 સુધીમાં તેમના વ્યક્તિગત રોકાણ વાહન RNT એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 186 કરોડનું રોકાણ કર્યું હતું. મેહિલ મિસ્ત્રી અને રતન ટાટા RNT એસોસિએટ્સના માત્ર બે બોર્ડ સભ્યો હતા. મેહિલ મિસ્ત્રી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીના પિતરાઈ ભાઈ છે. ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને દૂર કરવા સંબંધિત વિવાદમાં તેમણે સતત રતન ટાટાને સમર્થન આપ્યું હતું.
ઓક્ટોબર 2022માં મિસ્ત્રીને ટાટાના બે સૌથી મોટા ટ્રસ્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ એમ. પલોનજી ગ્રુપની એક ડઝનથી વધુ કંપનીઓના બોર્ડમાં છે. આ કંપનીઓ પેઇન્ટ, ડ્રેજિંગ કામગીરી, લોજિસ્ટિક્સ, શિપિંગ, ફાઇનાન્સ, ઓટો ડીલરશિપ અને જીવન વીમા સાથે જોડાયેલ છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલ, એડવાન્સ્ડ વેટરનરી કેર ફાઉન્ડેશન અને ટાટા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સ્કિલ્સના બોર્ડમાં પણ છે.
